આખરે કેજરીવાલ અમદાવાદ માં આવી ચુક્યા છે જ્યાં શહેર પ્રમુખ સહિત કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું પાર્ટી કાર્યાલય બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે જ્યાં ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજાશે અમદાવાદ એરપોર્ટ ઉપર આપ ના અગ્રણીઓ માં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
અમદાવાદમાં આજે આપ ના સુપ્રિમો કેજરીવાલ આવવાના હોય તેઓના સ્વાગત માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી અને કોરોના ગાઈડલાઈન નું પાલન કરવા મર્યાદિત લોકો એરપોર્ટ ઉપર હતા જેઓ એ કેજરીવાલ નું ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું.
અમદાવાદ માં નવરંગપુરા ખાતે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન માટે તૈયારી થઈ ચૂકી છે જેને લઈને કાર્યકરો સવારથી સ્વાગતની કામગીરીમાં જોડાઈ ગયા છે. કેજરીવાલના આગમનને પગલે આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર બેનર પણ લગાવ્યા હતા. કેજરીવાલના સ્વાગત માટે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા,
અમદાવાદ શહેર પ્રમુખ જે. જે મેવાડા, ભેમાભાઈ ચૌધરી અને અન્ય કાર્યકરો ખડેપગે રહ્યા છે અહીં પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ નો કાફલો ગોઠવાયા ગયો છે. દિલ્હી ના મુખ્યમંત્રી કેજરીવાલ હવે પત્રકારો ને સંબોધન કરશે
