પેકિંગમાં માલ ખેડૂતોનો જ હોય છે માત્ર પેકિંગ જ નિગમનું હોય છે. આ સ્થિતિમાં ખેડૂતોને ખાનગી સંસ્થાઓ પાસેથી બિયારણ ખરીદવા મજબુર બનવું પડે છે. ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને પ્રમાણિત બિયારણ માટે પણ રઝળપાટ કરવી પડે છે. ગુજરાતમાં બીજ નિગમ કાર્યરત છે પરંતુ તે પણ ખેડૂતોને પ્રમાણિત બિયારણ પુરૃ પાડવામાં નિષ્ફળ નિવડયું છે. થોડા વર્ષોથી તો બીજ નિગમ દ્વારા વેંચાણ વ્યવસ્થા બંધ કરી ખાનગી સંસ્થાઓને સોંપી છે. તે માત્ર બીજ નિગમના લેબલવાળા પેકિંગનું વેંચાણ કરે છે. મગફળીની વાવણી પૂર્વે ખેડૂતોને બે-ત્રણ ગણા ભાવે બિયારણ ખરીદવા મજબુર બનવું પડે છે. સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરવામાં આવે છે. પરંતુ ખેડૂતોને પ્રમાણિત બિયારણ વ્યાજબી ભાવે મળે તે અંગેની વ્યવસ્થા કરવી જરૃરી છે. આગામી ગણતરીના દિવસોમાં ચોમાસુ બેસી જશે અને હાલ ખેડૂતો વાવણીની આગોતરી તૈયારીમાં વ્યસ્ત બન્યા છે. અને પ્રમાણિત બિયારણ માટે હેરાન થઇ રહ્યાં છે. વધુમાં જૂનાગઢ કૃષિ યુનિ. દ્વારા બિયારણ વેંચાણ માટે ઓનલાઇન અરજી મંગાવી હતી. તેમાં સૌરાષ્ટ્રમાંથી હજારો અરજી આવી હતી. પરંતુ કૃષિ યુનિ. પાસે મર્યાદિત બિયારણ હોવાથી મર્યાદિત ખેડૂતોને બોલાવી ડ્રો કરી બિયારણ વિતરણ કર્યું હતું.
