માંઝગાવ ડોક શિપ બિલ્ડર્સસ લિમિટેડ નોનકાર્યકારી પદ માટે 1388 ખાલી જગ્યાઓ પર ભરતી હેતુ ઓનલાઈન આવેદન મંગાવ્યું છે. આ પદ માટે ઓનલાઈન અરજી વિન્ડો 11 જૂન 2021થી ચાલુ થઈ ગઈ છે. તો આવેદન કરવાની છેલ્લી તારીખ 4 જુલાઈ 2021 છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે. પદની યોગ્યતા, માનદંડ અને પદ માટે આવેદન કરવા માટે જરૂરી માર્ગદર્શન માટે જરૂરથી વાંચો એમડીએલ ભર્તી 2021 અંતર્ગ ત વિભિન્ન ટ્રેડ માટે કુલ 1388 જગ્યાઓ ખાલી છે. જેમાં રેફ્રિજરેટર મિકેનિક, કંપ્રેસર એટેન્ડટ, ચિપર ગ્રાઈન્ડર, કમ્પોઝીટ વેલ્ડર, જૂનિયર ડ્રાફ્ટમેન, ફિટર, સ્ટોર કીપર, અને અન્ય પદ માટેની નોકરીઓ સામેલ છે. ઉમેદવારો જેમણે 10 – 12 ધોરણની પરીક્ષા પાસ કરી છે તેમની પાસે સંબંધિત સ્કિલ, ટ્રેડમાં આઈટીઆઈ ટ્રેડ સર્ટિફિકે હોવું જરૂરી છે.
આ રીતે કરો ઓનલાઈન અરજી
- ડિટેઈલમાં પાત્રતા માનદંડ જાણવા માટે ઉમેદવારોની અધિકારીક સૂચનાઓને ખાસ ધ્યાન આપો. ઈચ્છુક ઉમેદરવારે અધિકારી વેબાસઈટ mazagondock.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી માટે સીધી લીંક આપેલી છે.
- સ્કિલ્ડ ગ્રેડ -1 17 હજારથી 64,360 રૂપિયા)
- સેમી સ્કિલ્ડ ગ્રેડ-2 ( 13,200 રૂપિયાથી 49,910 રૂપિયા)
- ઉંમર મર્યાદાઃ 1 જૂન 2021 સુધીમાં વધુમાં વધુ ઉંમર 38 વર્ષ અને ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી છે.
આ રીતે કરાશે ઉમેદવારોની પસંદગી
ઉમેદવારોને તેમના દ્વારા ઓનલાઈન ઉપલ્બધ કરાવાયેલી જાણકારીના આધારે શોર્ટલીસ્ટ કરીને લેખિત પરિક્ષા માટે બોલાવવામાં આવશે. લેખિત પરીક્ષા અને અનુભવ અંકોના પ્રદર્શનના આધારે ઉમેદવારોને ટ્રેડ લીસ્ટ કરવા માટે બોલાવવામાં આવશે. ટ્રેડ ટેસ્ટ સમયે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોની દસ્તાવેજી ડિટેઈલ તપાસ કરાશે. અંતિમ મેરીટ લિસ્ટ ઓનલાઈન લેખિત પરીક્ષા, અનુભવ અને ટ્રેડ ટેસ્ટના સંયુક્ત અંકના આધારે તૈયાર કરવામાં આવશે.