સુરતમાં બે દિવસ પહેલા પાંડેસરા વિસ્તરમાં રસ્તામાં ત્યજી દેવામાં આવેલી બાળકીની માતાની શોધખોળ શરુ કરી હતી. જોકે બાળકની માતા તો પોલીસને મળી આવી પણ બાળકીને ત્યજી દેવાના મામલે કુંવારી માતા બનતા સમાજમાં બદનામી થવાની બીકે પરિવારે આ કૃત્ય કર્યું હતું. ઘટાનું કારણ સામે આવતા પોલીસે બાળકની માતા અને દાદાની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે. સુરતમાં સતત જન્મેલ લઈ બાળકીને તેમની માતા ત્યજી દેવાની સતત ઘટના સામે આવતી હોય છે. જોકે લગન પહેલા પ્રેમ પ્રકરણમાં કરેલી ભૂલને લઈને યુવતી ગર્ભવતી થઇ જતા સમાજમાં બદનામીની બીકે પોતાનું પાપ છુપાવા જન્મેલા બાળકને ત્યજી દેતા હોય છે ત્યારે આવી એક ઘટનામાં ગત તારીખ 7 જુન રોજ પાંડેસરા ભેસ્તાન ગાર્ડન પાસે આવેલ આશારામ સોસાયટીની સામે ડિવાઇડરની બાજુમાં એક આશરે બે માસની બાળકી બિનવારસી હાલતમાં મળી હતી. જોકે સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણકારી આપતા પોલીસ તાતકાલિક દોડી આવીને આ બાળકીનો કબજો લઇને તેના માતા-પિતાની શોધખોળ શરુ કરી હતી.
આ બાળકીને ક્યાં કારણોસર તેના પરિવારે ત્યજી દીધીની જાણકારી મેળવા પાંડેસરા પોલીસે શહેરમાં જન્મેલા બાળકોની એક યાદી ત્યાર કરી આ બાળકીના પરિવારની શોધખોળ શરુ કરી હતી.ત્યારે પોલીસને જાણકારી મળી હતી કે કુંડીયા વાડી પુલીયા પાસ નવી વસ્તી થાના –સિવિલ લાઇન તાલુકો – રઘુરાજનગર જીલ્લો – સતના ( એમ.પી. રહેવાસી અને હાલમાં સુરતના શ્રીરામનગર ગણેશનગર વડોડગામ પાંડેસરા ખાતે રહેતા મનોજ છોટેલાલ શાહુની દીકરી જેના લગ્ન થયા નથી પણ તેની દીકરી ગર્ભવતી બની હતી. જોકે તેને એક બાળકીને જન્મ આપ્યો હતો.અને તે પરિવાર આ બાળકીને ત્યજી ગયા હોવાની વિગત મળતા પોલીસે આ મામલે આ પરિવાર પાસે તપાસ કરતા આ પરિવારની પુત્રી એક યુવકના પ્રેમમાં હતી અને તેની સાથેના શારીરિક સંબંધને લઈને આ યુવતી ગર્ભવતી બની હતી.એક બાળકીને જન્મ આપ્યો હતો. જોકે કુંવારી યુવતી માતા બને જેને લઈને સમાજમાં બદનામી થાય તે બીકે પિતા આ બાળકીને ત્યજી આવ્યા હતા. જોકે પોલીસે પૂછપરછમાં બાળકીના દાદાએ કબૂલાત કરતા પોલીસે બાળકીની માતા અને તેના દાદા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે.