કોરોના વાયરસના નવા વેરિયન્ટ મુશ્કેલી વધારી રહ્યા છે. કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને અત્યાર સુધીનું સૌથી સંક્રમિત રૂપ ગણવામાં આવે છે. આ વેરિયન્ટ બીજી લહેરના વ્યાપ પાછળ જવાબદાર હતો. હવે વૈજ્ઞાનિકો આ ડેલ્ટા વેરિયન્ટના વધુ મ્યુટેન્ટ વર્ઝનના ફેલાવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોને દહેશત છે કે, ભારતમાં કોરોના વાયરસનો મળેલો સૌથી પ્રથમ ડેલ્ટા વેરિયન્ટ હવે વધુ સંક્રમિત AY.1 અથવા ડેલ્ટા+માં મ્યુટેટ કરી ચૂક્યો છે. આ નવો મ્યુટેન્ટ એન્ટીબોડી કોકટેલને પણ બિનઅસરકારક કરવા સક્ષમ છે. મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ હાલમાં કોરોના વાયરસની સારવારમાં સૌથી અસરકારક હોવાનું કહેવાય છે. બ્રિટિશ સરકારના સ્વાસ્થ્ય અને સામાજિક કલ્યાણ વિભાગની કાર્યકારી એજન્સી પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે ગ્લોબલ સાયન્સ GISAID પહેલના કારણે અત્યાર સુધીમાં Okay417N પરિવર્તન સાથે ડેલ્ટાના (B1.617.2) 63 જીનોમને ઓળખવામાં આવ્યા છે. કોરોના વેરિએન્ટ મામલે ગયા શુક્રવાર સુધીના અપડેટ થયેલી જાણકારી મુજબ ભારતમાં 7 જૂન સુધીમાં ડેલ્ટા પ્લસના છ કેસ નોંધાયા હતા.
દિલ્હીના ઈન્સ્ટિટ્યૂટ ઓફ જેનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજિક ડોક્ટર અને કોમ્યુટેશન બાયોલોજીસ્ટ વિનોદ સ્કારિયાએ જણાવ્યું હતું કે K417N વિશે વિચાર કરવાનું કારણ એ છે કે, મોનોક્લોનલ એન્ટિબોડી ડ્રગ કેસિરીમાબ અને ઇમડેવીબામમાં પ્રતિરોધને બિનઅસરકારક બનાવવાના પુરાવા છે.સ્કારિયાએ રવિવારે ટિ્વટ કર્યું હતું કે, ફેલાઈ રહેલા વેરિયન્ટમાં ડેલ્ટા + (બી .1.617.2.1)માં K417Nના મ્યુટેશનના અધિગ્રહણની ખાસિયત હતી. જે રીસેપ્ટર બાઇડિંગ ડોમેનને મેપ કરે છે. જે ઈમ્યુન એસ્કેપ સાથે પણ સંકળાયેલ છે. તેમણે કહ્યું કેઝ Okay417N માટેની વેરિએન્ટ ફ્રિકવન્સી ભારતમાં વધારે નથી. હજુ સુધી માત્ર 6 કેસ નોંધાયા છે. જેમ જેમ ડેલ્ટા વિકસાવી રહ્યો છે, તેમ તેમ વધુ મ્યુટન્ટ્સ મેળવી રહ્યો છે.
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના અહેવાલ મુજબ ડેલ્ટા-AY 1 ડેલ્ટામાં વિવિધતાના નિયમિત સ્કેનિંગ દ્વારા મળી આવ્યો હતો. આ અહેવાલમાં જણાવાયું છે કે, ઓછી સંખ્યામાં જાણીતા સિક્વન્સએ સ્પાઇક પ્રોટીન મ્યુટેશન Okay417N મળ્યું હતું. માર્ચના અંતમાં યુરોપના વૈજ્ઞાનિકોને આવી પ્રથમ સિકવેન્સ મળી હતી. આ બાબતે સ્કારિયાએ કહ્યું કે યુરોપ, એશિયા અને અમેરિકાના 127 સિકવન્સ હવે પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે. સ્કારિયાએ અહેવાલ આપ્યો છે કે હવે વિશ્વભરમાં મળેલા ઘણા જીનોમ્સ AY.1 અથવા B.1.617.2.1નો ભાગ હતો. સ્વિસ કંપની રોશે આ દવા બનાવી છે. આમાં બે એન્ટિબોડીઝનું મિશ્રણ કૃત્રિમ રીતે લેબમાં તૈયાર કરવામાં આવ્યું છે. જેને મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ કહેવામાં આવે છે. આ દવાઓ કેસિરિવિમાબ અને ઇમડેવિમાબ છે.શરીરની અંદર પહોંચતાની સાથે જ દવા આ વાયરસને બ્લોક કરી નાખે છે. જેના કારણે કોરોના વાયરસ અન્ય સેલ્સમાં પ્રવેશ કરી શકતો નથી. શરીરમાં વાયરસને ફેલાવવા અને આગળ વધવા માટે જરૂરી પોષક તત્વ ન મળવાના કારણે આવું થાય છે. એકંદરે બંને એન્ટીબોડી એકઠી થઈને વાયરસને મલ્ટીપ્લાઈ થતો રોકે છે. પરિણામે વાયરસ બેઅસર થઈ જાય છે.