કેટલીય વાર એવુ બનતુ હોય છે, જ્યારે બે અજાણી આંખોનું મિલન થાય છે, ત્યારે આ જગતના લોકો તેમના વેરી બની જતાં હોય છે. પ્રેમીઓ પણ પોતાને સમાજમાં સુરક્ષિત ન અનુભવતા ચાલતી પકડી દૂર જીંદગી જીવવા નિકળી જતાં હોય છે. જો કે ઘણી વાર એવુ બનતુ હોય છે કે, ઘરે ભાગ્યા બાદ થોડા દિવસોમાં તો આ પ્રેમી પંખીડા પોલીસના હાથે ઝડપાઈ જતાં હોય છે. ત્યારે બાદ પરિવારને સોંપી દેવામાં આવતા હોય છે. અથવા પરિવારની ફરિયાદ બાદ જેલમાં ધકેલી દેવામાં આવે છે. આજે અમે એવી જગ્યા વિશે જણાવા જઈ રહ્યા છીએ, જ્યાં પ્રેમીઓ માટે સૌથી સુરક્ષિત સ્થાન છે.દેશભરમાં આપને એવી કેટલીય ખબરો મળી રહેતી હશે, કારણ કે ભારતીય સંસ્કૃતિ કોઈ અન્ય ધર્મ અથવા પરિવારમાં મંજૂરી વગર લગ્ન કરવાની પરવાનગી નથી આપતા. જેના પરિણામ સ્વરૂપ વર્ષે દહાડે કેટલાય પ્રેમી યુગલ આત્મ હત્યા કરી લેતા હોય છે, અથવા તો હત્યા કરી દેવામાં આવતી હોય છે. જો કે, આટલુ હોવા છતાં પણ કેટલાય પ્રેમીઓ ઘરે છોડી ભાગી જતાં હોય છે.આ એવી જગ્યા છે, જ્યાં સમાજનો ડર નથી, કોઈ પકડશે તેવો પણ ડર નથી. મહેમાનની જેમ અહીં લોકો આવકારે છે. અમે અહીં વાત કરી રહ્યા છીએ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વસેલા શંગચૂલ મહાદેવ મંદિરની. જે પ્રેમીઓ માટે સૌથી સુરક્ષિત સ્થાન છે. હકીકતમાં હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં શાંઘડ ગામમાં એક પરંપરા છે. આ ગામમાં આવેલા શંગચૂલ મહાદેવના મંદિરની સરહદમાં જો કોઈ પ્રેમી કપલ્સ પહોંચી જાય તો તેમનું કોઈ કંઈ બગાડી શકતુ નથી. આ ગામમાં આવતા લોકોને રહેવા-ખાવાની યોગ્ય વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.
