રાજસ્થાનની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક વિદ્યાર્થીએ પોતાની તમામ હદો પાર કરી નાંખી. મુંબઇ પોલીસે રાજસ્થાન પહોંચીને ધોરણ 9માં અભ્યાસ કરતાં 15 વર્ષના એક સગીર વિદ્યાર્થીની ધરપકડ કરી છે. જેણે ઓનલાઇન ક્લાસ દરમિયાન મહિલા ટીચર સામે અનેક વાર પોતાનો પ્રાઇવેટ પાર્ટ ખોલીને બતાવ્યો હતો.એક રિપોર્ટ અનુસાર 15 ફેબ્રુઆરીથી 2 માર્ચ વચ્ચે ઓનલાઇન ક્લાસ દરમિયાન પ્રાઇવેટ પાર્ટ બતાવવાની આ ઘટના અનેકવાર બની. જે બાદ મહિલા ટીચરે ક્લાસ બંધ કરવાનું પણ વિચારી લીધું હતુ. પરંતુ પછીથી પીડિત મહિલા ટીચરે મુંબઇના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.પોલીસ અધિકારીએ જાણકારી આપી કે સર્વિલાંસ દ્વારા પોલીસે આરોપી વિદ્યાર્થીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો. આ કેસની તપાસ કરવા માટે ગત મહિને પણ મુંબઇ પોલીસની ટીમ રાજસ્થાન પહોંચી હતી. જેસલમેરથી આરોપી વિદ્યાર્થીને અરેસ્ટ કરવામાં આવ્યો જણાવી દઇએ કે પોલીસને આરોપી વિદ્યાર્થી પાસે એક લેપટોપ મળ્યું છે. આરોપીએ પોતાના લેપટોપમાં ગાર્ડ લગાવ્યું હતું જેથી તેનું આઇપી એડ્રેસ ટ્રેક ન કરી શકાય. વિદ્યાર્થીએ ચાલાકીથી ઘટનાને અંજામ આપ્યો અને ચહેરો છુપાવી રાખ્યો પરંતુ એકવાર મહિલા ટીચરે આરોપીના બેકગ્રાઉન્ડનો સ્ક્રીનશૉટ લઇ લીધો. આ સ્ક્રીનશૉટે તપાસમાં પોલીસની મદદ કરી. પોલીસની પૂછપરછમાં આરોપી વિદ્યાર્થીએ જણાવ્યું કે તેણે મજાકમાં પોતાનો પ્રાઇવેટ પાર્ટ ક્લાસ દરમિયાન દેખાડ્યો. ધરપકડ બાદ આરોપી વિદ્યાર્થીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો અને ત્યાંથી તેને બાળ સુધાર ગૃહ મોકલી દેવામાં આવ્યો હતો.
