કેટલાક લોકોને ટેટૂનો એટલો ગાંડો શોખ હોય છે કે તેઓ ગળા પર, હાથ અથવા પીઠ પર ટેટૂ કરાવે છે. કેટલાક લોકો પોતાને વધુ આકર્ષક બનાવવા માટે સર્જરી કરાવે છે. ત્યારે એક અજીબોગરબી કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્કેલ ફેસ એટલે કે ખોપરી જેવો લૂક મેળવવા માટે વ્યક્તિએ સર્જરી દ્વારા પોતાના કાન જ કઢાવી નાખ્યા. જર્મનીના એક વ્યક્તિએ પોતાના કાન કપાવી દીધા અને માથાને ખોપરી જેવું બનાવવા માટે વિચિત્ર પદ્ધતિ અપનાવી.આ પહેલીવાર નથી જ્યારે 39 વર્ષીય સેન્ડ્રોએ પોતાના અજીબોગરીબ બોડી આર્ટથી લોકોનું ધ્યાન ખેંચ્યું હોય. સોશિયલ મીડિયા પર મિસ્ટર સ્કેલ ફેસના નામથી પ્રખ્યાત સેન્ડ્રોએ પોતાના બોડી મોડિફિકેશન માટે 6 લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચો કર્યો છે.જર્મનીના ફિનસ્ટરવાલ્ડેના રહેવાસી સેન્ડ્રોના માથા અને હાથના પાછળના ભાગમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું છે. તેના ચહેરા પર પણ ટેટૂ છે. તે હવે પોતાના નાકને મોઢા પરથી દૂર કરવા અને આંખો પર ટેટૂ કરાવવાનો પ્લાન કરી રહ્યો છે. રિપોર્ટ્સના અનુસાર, સેન્ડ્રોના શરીરના મોટાભાગના ભાગોમાં બોડી મોડિફિકેશન કરાવવાનો રસ 2007માં વધ્યો હતો, જ્યારે તેને ટીવી પર એક એવી વ્યક્તિને જોઈ હતી, જેના માથા પર સ્પાઈક્સ હતા. સેન્ડ્રોના જણાવ્યા પ્રમાણે, મારા પરિવર્તનથી મારા જીવનને અસર થઈ છે, પરંતુ મને કોઈ ફરક નથી પડતો. મારો એક વ્યક્તિ તરીકે સ્વીકાર કરવામાં આવે તે જરૂરી છે. મારા દેખાવના કારણે મારી નોકરી મળવાની સંભાવનાઓ પર અસર પડે છે કેમ કે ઘણી કંપનીઓ અત્યારે પણ રૂઢિચુસ્ત છે.
