ગુજરાત માં દારૂબંધી નો કેટલો અમલ થાય છે તે આ દ્રશ્ય ઉપર થી ખબર પડે છે અહીં એક બૂટલેગર અને ભાજપ નો આગેવાન સાથે મળી જાહેર માં દારૂની બાટલી સાથે કેક કાપી બર્થડે ઉજવી રહ્યા છે આ દ્રશ્યો અમદાવાદ ના છે અને સોસિયલ મીડિયા માં આ ફોટા અને વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ગુનો નોંધવાની ફરજ પડી છે.
અમદાવાદના ભાજપના કોર્પોરેટરના પતિ એ જાહેર માં એક બુટલેગરની બર્થડે પાર્ટીમાં દારુની મહેફીલ માં સામેલ થયા હતા. દારૂ ની છોળો ઊડતી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી છે. અમદાવાદ ના ઇન્ડિયા કોલોની વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સચિન પરમાર ખુદ દારુ ની છોળો ઉડાડતા જોવા મળતા હતા.
બર્થડે પાર્ટીમાં દારુની મહેફિલના વાયરલ થયેલા વિડિયોમાં શહેરના અસારવા રેલવે સ્ટેશન ખાતે રાતના સમયે બે ટુ-વ્હીલર ઉપર પાટીયું ગોઠવીને તેના ઉપર ત્રણ કેક મુકી જાહેર માં દારૂ સાથે બર્થડે ઉજવ્યો હતો.
અમદાવાદ ના બુટલેગર અખિલેશ પાંડે અને ઇન્ડિયા કોલોની વોર્ડના ભાજપના કોર્પોરેટર નીતુ પરમારના પતિ સચિન પરમાર દારુની બોટલમાંથી છોળો ઉડાડી રહ્યા છે. આ સમયે હાજર બીજા યુવાનો હેપી બર્થ ડેની ચીચીયારીઓ પાડી કાયદા ના ધજાગરા ઉડાડી રહયા છે. આ મહેફિલ મામલે પોલીસે અખિલેશ પાંડે સહિત ૧૨ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.