હૃદયને સ્વસ્થ રાખવા માટે સારી કાર્ડિયોવૅસ્ક્યુલર કસરતની સાથે સ્વસ્થ આહારનું સેવન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાર્ટને સ્વસ્થ રાખવા માટે એન્ટી ઓક્સિડેન્ટ્સ અને પૌષ્ટિક હોય તેવા ખોરાક અને હેલ્ધી ડ્રિંક્સનું સેવન કરવું જોઈએ. ચાલો અમે તમને આવા જ કેટલાક સ્પેશિયલ ડ્રિંક્સ વિશે જણાવીશું, જે તમારા હૃદયને સ્વસ્થ રાખે છે.
બ્રોકોલી અને સ્પિનચ જ્યુસ
બ્રોકોલી અને પાલક બંને સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. તેમાં કેરોટિનોઇડ્સ નામનું તત્વો હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે. ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. આ બંને વસ્તુઓમાંથી બનાવેલ પીણું પીવાથી શરીરને ડિટોક્સિફાય કરવામાં પણ મદદ મળે છે. શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર નિયંત્રણમાં હોવાથી, હૃદય સ્વસ્થ રહે છે અને શરીર અનેક રોગોથી પણ દૂર રહે છે.
ગાજર અને બીટનો રસ
બીટરૂટમાં નાઈટ્રેટ હોય છે જે શરીરમાં નાઈટ્રિક ઓકસાઈડમાં ફેરવાય છે. ગાજરમાં નાઈટ્રેટ પણ હોય છે, જે શરીરમાં લોહીનો પ્રવાહ સુધારે છે. એટલું જ નહીં, ગાજરમાં બીટા કેરોટિન હોય છે, જે રુધિરવાહિનીઓને સાફ કરવામાં મદદ કરે છે. ગાજર અને બીટના રસનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે અને ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે.
કાકડી અને ફુદીનાનો રસ
ઉનાળાની ઋતુમાં કાકડીનું સેવન કરવું જ જોઇએ. કાકડી પાચક શક્તિને મજબૂત કરે છે અને પેટને ઠંડુ રાખે છે. આ સાથે તે શરીરમાં પાણીની કમી પણ દૂર કરે છે. કાકડીમાં હાજર ફાઇબર કબજિયાતની સમસ્યાથી પણ રાહત આપે છે. સાથે જ ફ્રેશ ફુદીનામાં એન્ટિઓક્સિડેન્ટ્સ, વિટામિન-એ અને વિટામિન-કે જોવા મળે છે. આ બંને વસ્તુઓમાંથી બનાવેલ પીણું પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે અને આ રીતે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.