એક પતિ ત્યારે પરેશાન થયો જ્યારે તેને જાણવા મળ્યું કે તેની પત્નીએ પોતાની મહિલા મિત્ર અને તેના પતિ સાથે આડા સંબંધો બાંધ્યા હતા. પતિને પોતાની પત્ની ઉપર ત્યારે શંકા ગઈ જ્યારે બાથરૂમમાંથી પ્રેગ્નેશી ટેસ્ટ કિટ મળી હતી. ત્યારે પતિ વિચારમાં પડી ગયો હતો કે પત્નીને ટેસ્ટ કિટની શું જરૂર પડી શકે કારણે પતિ નશબંધી કરાવી ચૂક્યો હતો.પતિની ઉંમર 40 વર્ષ છે જ્યારે તેની પત્નીની ઉમર 38 વર્ષ છે. પતિએ કહ્યું કે તેની પત્ની સાથે તેના સારા સંબંધો હતો. તે તેની પત્ની ઉપર ખુબ જ વિશ્વાસ કરતો હતો. પરંતુ તેના પગ નીચેથી ત્યારે જમીન સરકી ગઈ જ્યારે તેની પત્નીએ ખુદ કબૂલ્યું કે તેના મહિલા દોસ્ત અને તેના પતિ સાથે શરીર સંબંધ બાંધી ચૂકી છે. પીડિત પતિએ વધુમાં જણાવ્યું હતું કે, તેની પત્ની છાસવાર કહેતી હતી કે તે મહિલા સાથે સંબંધ બાંધવા માંગે છે. પરંતુ તે સમયે તેને એવું લાગતું હતું કે તે એક કલ્પના માત્ર જ છે. તેને ન્હોતી ખબર કે પત્ની આટલી ગાળ વધી શકે છે.મહિલાના પતિએ કહ્યું કે તેની પત્ની સાઇકલિંગના બહાને વધારે સમય ઘરથી બહાર રહેતી હતી. અને આ દરમિયાન તેણે દગો આપ્યો હતો. તેણે પોતાની મહિલા મિત્ર અને તેના પતિ સાથે સંબંધ બાંધ્યા હતા.
