ડાયાબિટીઝ ઈન્ડિયા(DiabetesIndia)’ એ સ્ટેરોઈડના વપરાશથી વધેલા શુગર લેવલને કંટ્રોલ કરવા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે કોવિડ-19 દર્દીઓમાં સ્ટેરોઈડના વપરાશ માટે બ્લ્ડ શુગર( લોહીની શર્કરાનું સ્તર અચાનક વધી જાય છે. જેને હાઈપર ગ્લાઈસીમિયા પણ કહેવામાં આવે છે, ડાયાબિટીઝ ઈન્ડ઼િયા દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કોવિડ-19 ઈન્ફેક્શન માટે સ્ટેરોઈડના વપરાશ અને હાઈપર ગ્લાઈસીમિયા(Steroid Use and Hyperglycemia)ના પ્રભાવ અને નિયંત્રણ માટે જરૂરી સલાહ આપવામાં આવી છે, ત્યારે તમને જણાવી દઈએ કે સ્ટેરોઈડના વપરાશથી વધેલી શુગરને કંટ્રોલ કરવા માટે જરૂરી સલાહ વિશે જાણીએ, પરંતુ આ પહેલા જાણી લો કો હાઈપર ગ્લાઈસીમિયા શું છે.
હાઈપર ગ્લાઈસીમિયા શું છે? (What is Hyperglycemia?)
માયોક્લિનિકના મુજબ હાઈપર ગ્લાઈસીમિયા એ સ્થિતિ છે કે જેમાં તમારું બ્લડ શુગરનું લેવલ ઘણું વધી જાય છે, આ સમસ્યા સામાન્ય રીતે ડાયાબિટીઝ કે પ્રી-ડાયાબિટીઝ(Diabetes and Pre-diabetes Patient)થી પીડાતા લોકોને પ્રભાવિત કરે છે. આ સમસ્યા ખાનપાનમાં બદલાવસ બીમારી, ખાસ પ્રકારની દવાઓ, સ્ટેરોઈડ અને મધુમેહની દવાઓ છોડવાનું કારણ હોઈ શકે છે. જેમાં અચાનક પીડિતનું બ્લડ શુગર વધવા લાગે છે, જે ઘણું જોખમ ભરેલું હોય શકે છે. આ સમસ્યાના નિવારણ માટે સમયસર સારવાર ના કરવામાં આવે તો આઁખો, કિડની અને હ્રદય માટે નુક્શાન કારક રહે છે.ડાયાબિટીઝ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે કોવિડ-19 ઈન્ફેક્શનના મીડિયમ માંથી સીરિયસ કેસમાં સ્ટેરોઈડનો વપરાશ જીવન રક્ષક સાબિત થઈ રહ્યો છે. પરંતુ તેની ઔષધિય ક્રિયા (Pharmacological Action)ના કારણે બ્લડ ગ્લૂકોઝ વધી જાય છે અને દર્દીને કોવિડ સારવારમાં વધુ પડકારનો સામનો કરવામાં આવે છે.
સ્ટેરોઈડના વપરાશથી બ્લડ ગ્લુકોઝ વધવાની સ્થિતિને સ્ટેરોઈડ ઈંડ્યૂસ્ડ હાઈપર ગ્લાસીમિયા (Steroid Induced Hyperglycemia) કહેવામાં આવે છે. DiabetesIndiaના જણાવ્યા મુજબ કોવિડ ટ્રીટમેન્ટના દરમ્યાન આ સ્થિતિ સારવાર જગતની સામે અત્યંત વિકટ બનેલી છએ. કોવિડ-19ના દર્દીઓમાં હાઈપર ગ્લાઈસીમિયાની સારવાર જલ્દી અને અસરકાર રીતે કરવી જરૂરી છે.
- સ્ટેરોઈડ hepatic gluconeogenesisને વધારો આપે છે, જેનાથી લિવર દ્વારા ગ્લૂકોઝનું ઉત્પાદન વધે છે.
- શરીરમાં ઈંસુલિનનો પ્રભાવ રોકી દે છે અને ઈંસુલિન અવરોધ ઉત્પન્ન કરે છે
- બીટા સેલ્સનો પ્રભાવ પણ ઓછો કરે છે.
- સ્નાયુઓ અને adipose tissue દ્વારા ગ્લૂકોઝનું વપરાશ ઘટાડી દે છે
- DiabetesIndia ના જણાવ્યા અનુસાર સ્ટેરોઈડસિવાય કોવિડ-19ના દર્દીઓમાં ઈંફ્લામેટરી સાઈટોકાઈનનું સ્તર વધારે છે, જેનાથી ઈંસુલિન અવરોધને કારણે વધુ ગંભીર થઈ જાય છે
- સ્ટેરોઈડ સિવાય કોવિડ પેશન્ટના મનમાં મૃત્યુ થવા પર અથવા ગંભીર બિમારીઓનો ડર પણ સ્ટ્રેસ હોર્મોનને વધારી દે છે, અને હાઈપર ગ્લાઈસીમિયાની સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે.
સ્ટેરોઈડના વપરાશ પછી બ્લડ ગ્લૂકોઝ વધવાને કઈ રીતે કંટ્રોલ કરી શકાય?
હાઈ પર્ફોમન્સ લિક્વિડક્રોમાટોગ્રાફી રીતની સાથે HbA1c ટેસ્ટ કરાવો
ઉપયોગમાં લેવામાં આવનાર સ્ટેરોઈડનું Pharmacokinetics ચેક કરો અને દર્દીને સ્વંય બ્લડ ગ્લૂકોઝની ચપાસ કરવાનો સમય બતાવો
બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પછી FBGના સ્તરની ચકાસણી કરો
FBGનું સ્તર 130mg/dl અને Prandial Glucoseનું સ્તર 180mg/dlથી ઓછું રાખો
ICUમાં દાખલ અથવા ગંભીર દર્દીઓમાં ગ્લૂકોઝને 140mg/dl થી 180mg/dlની વચ્ચે રાખો
જો બ્લ્ડ ગ્લૂકોઝ 250mg/dlથી વધે અને 300mg/dl વચ્ચે છે તો કીટોન્સની તપાસ કરાવો
કિડની તથા હ્રદયના દર્દી LFT, રીનલ ફંક્શન અને કાર્ડીએક એક્શનની તપાસ કરાવોઆ એડવાઈઝરી Science Direct વેબસાઈટ પર 10 જૂન 2021ના રોજ Diabetes & Metabolic Syndrome: Clinical Reasearch & Reviews જર્નલ દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં અરવિંદ સોસાલે, ભાવના સોસાલે, મનોજ ચાવલા અન્ય એક્સપર્ટના સમૂહ દ્વારા તૈયાર કરવામાં આવી છે.