દુનિયાની સૌથી પ્રસિદ્ધ પોર્ન વેબસાઈટમાં શુમાર પોર્નહબ વિવાદોમાં છે. આ કંપની પર 30થી વધુ મહિલાઓએ ફરિયાદ દાખલ કરી દીધી છે. આ મહિલાઓનો દાવો છે કે તેમના અશ્લિલ વીડિયો તેમની મંજૂરી વિના આ વેબસાઈટ પર અપલોડ કરી દેવાયા હતા અને એનાથી કંપનીને ખૂબજ મોટો આર્થિક નફો રળી રહી છે.આ મહિલાઓએ પોર્નહબના માલિક માઈંડગીક પર આરોપ લગાવ્યો છે કે તે એક અપરાધિક બિઝનેસ ચલાવે છે. તો પોર્નહબે પોતાના એક નિવેદનમાં આ વાતને સંપૂર્ણ રીતે લાપરવાહ અને ચાલાકીથી ચલાવેલું સફેદ જુઠ્ઠાણું કહ્યું છે. આ મહિલાઓએ આ ફરિયાદ અમેરિકાના કેલિફોર્નિયામાં દાખલ કરાવી છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં પોર્નહબ વેબસાઈટનું કહેવું હતું કે અમારી વેબસાઈટમાં ગેરકાનૂની કન્ટેન્ટને સહન કરવામાં આવતા નથી. અમે આવી બાબતમાં કડકાઈથી એક્શન લઈએ છીએ.આ 30થી વધુ મહિલાઓમાંથી એક મહિલાએ કહ્યું કે, તે જ્યારે 17 વર્ષની હતી ત્યારે તેના બોયફ્રેન્ડે છેતરપીંડીથી તેની ન્યૂડ વીડિયો બનાવી દીધો હતો. અને પોર્નહબ પર અપલોડ કરી દીધી હતી. આ મહિલાને તો આ વીડિયો બાબતમાં બહુ પાછળથી તેના મિત્ર દ્વારા ખબર પડી હતી. જણાવી દઈએ કે વર્ષ 2019માં આ વેબાઈટ પર 42 બિલિયન વ્યૂ આવ્યા હતા અને 60 લાખથી વધારે વીડિયો અપલોડ કરાયા હતા. આ સાઈટ પર કન્ટેન્ટ નાંખતા પહેલા યુઝર્સને આઈડેન્ટીટી પણ વેરીફાઈ કરવી પડતી નથી. અને ના તો વીડિયોમાં દેખાનારા લોકોની પરમિશનની કોઈ જરૂર પડે છે.
આ કેસમાં પોર્નહબની પેરેન્ટ કંપની માઈંડગીકને આરોપી બનાવાયા છે. જણાવી દઈએ કે પોર્નહબની ફ્રી ટૂ યુઝ વેબસાઈટ છે અને આ સાઈટ પર એવા કમ્યુનિટીથી જોડાયેલા લોકો જ કન્ટેન્ટ નાંખી શકે છે. કંપનીનું એમ પણ કહેવું છે કે આ તમામ વીડિયો મોડરેટર્સ ખૂબજ ઝીણવટપૂર્વક રિવ્યુ પણ કરે છે. પોર્નહબનું કહેવું છે કે તેમની વિરુદ્ધ ફરિયાદોને ખૂબજ ગંભીરતાથી લે છે. આ પહેલી વખત નથી જ્યારે પોર્નહબ પર ગંભીર આરોપ લાગ્યા હોય. ગત વર્ષે ન્યુયોર્ક ટાઈમ્સની તપાસમાં સામે આવ્યું હતું કે આ વેબસાઈટ પર બાળ શોષણ અને રેપ સાથે જોડાયેલા વીડિયો પણ જોવા મળે છે. જોકે વેબસાઈટેઆ દાવાને સંપૂર્ણ રીતે નકારી દીધો છે. એમાંથી 14 મહિલાઓનું કહેવું છે કે જ્યારે તેમના વીડિયો અપલોડ થયા ત્યારે તે નાબાલિગ હતી. એમાં મોટાભાગની મહિલાઓ યુએસ, થાઈલેન્ડ, કેનેડા અને કોલંબિયા તેમજ યુકેની છે. આ મહિલાઓનો કેસ કોર્ટમાં માઈકલ બોવે નામના વકિલ લડી રહ્યા છે. માઈકલનું માનવું છે કે આ વેબસાઈટે સેંકડો મહિલાઓના શોષણ ભર્યા વીડિયો દ્વારા કરોડો અરબો રૂપિયાનો ધંધો કર્યો છે.