વલસાડના કપરાડા-ધરમપૂરના 37 ગામોની હજારો એકર જમીનને લિફ્ટ ઇરીગેશનનો લાભ મળશે, રૂ.797 કરોડની સિંચાઇ યોજનાને CM રૂપાણીએ મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું છે.
વિગતો મુજબ દમણગંગા જળાશય યોજનામાંથી પાણી લિફ્ટ કરી જમણા કાંઠા મેઇન કેનાલ દ્વારા 163 કિ.મી પાઇપ લાઇન નેટવર્કથી પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરિણામે વલસાડ જિલ્લા નાખેડૂતો ને સીધો ફાયદો થશે.
વલસાડ જિલ્લા માં ખેડૂતો માટે ખુબજ આનંદ ના અહેવાલો આવી રહ્યા છે અહીં ના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બની શકે તે માટે તેવી મુખ્યમંત્રી રૂપાણી એ લિફ્ટ ઇરીગેશન સ્કીમ માટે મંજૂરી આપતા આ વિસ્તાર ના ખેડૂતો માં આનંદ ની લાગણી પ્રસરી જવા પામી છે.
જોકે, પાછલા વર્ષો ઉપર નજર કરવામાં આવે તો અગાઉ પણ સરકારે સિંચાઈ માટે કરોડો રૂપિયા ની ફાળવણી કરી હોવાછતાં જનતા ને લાભ મળ્યો ન હતો અગાઉ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં કરોડોનું કૌભાંડ સામે આવ્યું હતું. કપરાડામાં સિંચાઈ યોજના અધૂરી છતાં રૂ.8 કરોડનું ચુકવણું કર્યા અંગે ના જેતે સમયે આરોપો લાગ્યા ના અહેવાલો મીડિયા માં આવ્યા હતા. નદીમાં ભૂગર્ભ ટાંકા બનાવ્યા બાદ પાઇપ લાઈનથી ખેતર સુધી પાણી પહોંચાડવાની યોજના માત્ર કાગળ પર રહી જવા પામી હતી. પિયત મંડળીઓ દ્વારા દબાણ કરતા ભાંડો ફૂટ્યો હતો. ઉદ્દવહન સિંચાઈ યોજના અંતર્ગત કપરાડા તાલુકાના બાબરખડક, વડખંભા, કાજલી,કોઠાર, બાલચોંધી, આમધા સહિત 10 ગામોમાં 5 વર્ષ પહેલાં શરૂ કરાયેલી કામગીરી અધૂરી રહી હોવાનું સપાટી ઉપર આવ્યું છે.
વર્ષ 2013 -14 માં કપરાડા તાલુકામાં ખેડૂતોને નદીમાંથી પાણી મળે રહે એ આ યોજનાનો હેતુ હતો. સમગ્ર બાબતે પિયત મંડળીઓ દ્વારા આ યોજનાને પુરી કરવા તેમના હસ્તક લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા સમગ્ર વાત બહાર આવી હતી. પાછલાં વર્ષો માં કપરાડા તાલુકા માં ઉદહવન સિંચાઈ યોજનામાં ફાળવેલ રકમ પર નજર કરવામાં આવેતો બાબરખડક ગામે પાર નદી 1.5 કરોડ,વડખંભા ગામે 50 લાખ થી વધુ,કાજલી ગુફા ફળિયા ખાતે 80 લાખ વધુ,કોઠાર ગામે 60 લાખ થી વધુ,બાલચોંધી માની ફળિયા અને લીલાસરી ફળિયા માં 50 લાખ થી વધુ,આમધા બારી ફળિયા રૂ.50 લાખ થી વધુ
મોટિવહિયાળ-1 રૂ. 60 લાખ થી વધુ
મોટી વાહિયાળ-2 રૂ.70 લાખ થી વધુ
ઓઝર1 અને2 માં રૂ.1.5 કરોડ
કાકડકોપર ગામે રૂ.1 કરોડ થી વધુ ની ફાળવણી કરવામાં આવી હતી તેમછતાં અહીં કાઈ સકારાત્મક પરિણામ આવી શક્યું ન હોવાના અખબારો માં અહેવાલો આવી ચુક્યા છે ત્યારે ફરી એકવાર રાજ્ય ના મુખ્યમંત્રી રૂપાણીજી દ્વારા સિંચાઈ માટે જાહેરાત થતા તેનો કેટલો લાભ જનતા ને મળશે તેતો સમય જ બતાવશે.