એક નોર્વેની સરકારી ટીવી ચેનલ દ્વારા ખૂબ રોમેન્ટિક રીતે સે-ક્સ કરવાના ઉપાયો શીખવાડવા બદલ દેશભરમાં ખળભળાટ મચી ગઈ છે. નોર્વેની સરકારી ટીવી ચેનલ એનઆરકેએ સે-ક્સ માણવાની 60 અલગ અલગ રીતો આપી છે. આમાં ગે યુગલો અને વિજા-તીય યુગલો પણ શામેલ છે. આ ગાઈડમાં પીઠનો દુખાવાથી પીડિત અને સગ-ર્ભા સ્ત્રીઓને પણ સં-ભોગ કેવી રીતે કરવો તેની રીતો બતાવી હતી.તેને સે-ક્સોલો-જિસ્ટ્સ, ડોકટરો અને ચિકિત્સકોની મદદથી તૈયાર કરવામાં આવ્યો હતો. એનઆરકે વેબસાઈટ પર બ્લેકએન્ડ વ્હાઈટ ફોટો સાથે સં-ભોગ કરવાની રીતો પોસ્ટ કરી હતી. એનઆરકેએ કહ્યું કે ફોટોમાં શામેલ દંપતી વાસ્તવિક જીવનમાં પણ રોમેન્ટિક સાથે રહે છે. તેણે કહ્યું કે ફોટામાં આ યુગલો ફક્ત પોઝ આપી રહ્યા છે, નહીં કે તેઓ ખરેખર સં-બંધ બાંધી રહ્યા છે.શો બતાવ્યા બાદ અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 97 ફરિયાદો મળી છે. આમાંના ઘણા લોકો કહે છે કે જાહેર ટીવી ચેનલ હોવાને કારણે, સે-ક્સ જેવા મુદ્દાઓ પર એનઆરકે એ નિષ્પક્ષ રહેવું જોઈએ. તે જ સમયે ઘણા અન્ય લોકોએ આ લૈં-ગિક માર્ગદર્શિકાને ખૂબ જ અપમાનજનક માની છે. વિવાદિત સે-ક્સ ગાઇડના સંપાદક રેઈડર ક્રિસ્ટીનસેને કહ્યું, ‘અમને ખૂબ વિશ્વાસ છે કે અમે દરેક બાબતનું આકલન યોગ્ય રીતે કર્યું છે. તેથી અમારો તેને બદલવાનો કોઈ ઇરાદો નથી.રાઇડરે કહ્યું, ‘અમે આ માર્ગદર્શિકા તૈયારી દરમિયાન 20 નિષ્ણાતો સાથે વાત કરી હતી. દરેક વ્યક્તિનું માનવું છે કે આ સે-ક્સ ગાઇડ ખૂબ જ ફાયદાકારક અને મહત્વપૂર્ણ છે. તેમણે એમ પણ કહ્યું કે મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં પોતાનું સમર્થન આપી રહ્યા છે. અત્યાર સુધીમાં 8,50,000 લોકોએ ફક્ત પાંચ દિવસમાં આ સે-ક્સ ગાઇડને ઓનલાઇન જોઈ ચૂક્યા છે. તેમના આ નિવેદન પછી પણ લોકોનો વિરોધ ચાલુ છે.
