ચૂંટણી પંચ વિરુદ્વ વિપક્ષોની કૂચ: સંસદથી રસ્તાઓ સુધી સંઘર્ષ, રાહુલ-પ્રિયંકા. અખિલેશ સહિત અનેક સાંસદોની અટકાયત
બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વિરુદ્ધ સોમવારે વિપક્ષ ‘INDIA’ (ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ) ગઠબંધનના વિપક્ષોના સાંસદોએ સંસદ ભવનથી ચૂંટણી પંચના મુખ્યાલય સુધી કૂચ શરૂ કરી અને “વોટ ચોરી”નો આરોપ લગાવ્યો. આ દરમિયાન, દિલ્હી પોલીસે વિપક્ષી સાંસદોને રોકવાનો પ્રયાસ કર્યો. સાંસદોએ હંગામો મચાવ્યો, ત્યારબાદ પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, એખિલેશ યાજવ સહિત અનેક વિપક્ષી નેતાઓની અટકાયત કરી.
તમને જણાવી દઈએ કે આ કૂચમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, તૃણમૂલ કોંગ્રેસ, DMK અને અન્ય અનેક પક્ષોના નેતાઓનો સમાવેશ થાય છે. સાંસદોએ તેમના માથા પર સફેદ ટોપી પહેરી, જેના પર ‘SIR’ અને ‘વોટ ચોરી’ લખેલું હતું અને તેમના પર રેડ ક્રોસનું નિશાન પણ છે.
દિલ્હી પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સંજય રાઉત અને સાગરિકા ઘોષ સહિત ઇન્ડિયા બ્લોક સાંસદોની અટકાયત કરી. આ સાંસદો બિહારમાં SIR સામે વિરોધ કરી રહ્યા હતા અને સંસદથી ભારતીય ચૂંટણી પંચ સુધી કૂચ કરી રહ્યા હતા.
જ્યારે અખિલેશ યાદવ બેરિકેડ્સ પાર કરીને કૂદ્યા
‘ઈન્ડિયા ગઠબંધનના સાંસદોને કૂચ કરતી વખતે રોકવામાં આવ્યા હતા, ત્યારે સપાના વડા અખિલેશ યાદવ બેરિકેડ્સ પાર કરીને કૂદી પડ્યા હતા.
આ બંધારણ બચાવવાની લડાઈ છે: રાહુલ ગાંધી
લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “વાસ્તવિકતા એ છે કે તેઓ બોલી શકતા નથી. સત્ય દેશની સામે છે. આ લડાઈ રાજકીય નથી. આ બંધારણ બચાવવાની લડાઈ છે. આ લડાઈ વન મેન વન વોટની છે. અમે નિષ્પક્ષ અને સાફ સુથરી મતદાર યાદી ઇચ્છીએ છીએ.”
પોલીસે અનેક નેતાઓની અટકાયત કરી
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે સરકાર અને ચૂંટણી પંચ ડરી ગયા છે, સરકાર ડરપોક છે. દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રદર્શન માટે કોઈએ પરવાનગી માંગી નથી એટલે સાંસદોને અટકાયતમાં લેવામાં આવ્યા છે.