રાજસ્થાનના કોટા નિવાસી 55 વર્ષીય ખેડૂત શ્રીકૃષ્ણ સુમનએ કેરીની એક નવી જાતિ વિકસિત કરી છે જેમાં નિયમિત આખું વર્ષ કેરીનો પાક થાય છે. કેરીની જાત ફળમાં જોવા મળતી મોટાભાગની બીમારીઓ અને સામાન્ય ખરાબીઓથી પણ મુક્ત છે.આ જાતની કેરીઓ સ્વાદમાં વધુ મીઠી અને દેખાવમાં લંગડા કેરી હોય છે અને આંબાનું ઝાડ નાના કદનું હોય છે. જેને લીધે આ પ્રકારની કેરીનો આંબો કિચન ગાર્ડનમાં લગાવવા માટે બેસ્ટ ચોઈસ બની શકે છે.તેનું ઝાડ ઘણું ઘનઘોર હોય છે અને કેટલાંક વર્ષો સુધી તેને કુંડામાં પણ ઉછેરી શકાય છે.ઉપરાંત તેનું ફળ ઘાટા કેસરી રંગનું હોય છે અને સ્વાદમાં મીઠું હોય છે. તેના ફળમાં ઘણું જ ઓછું ફાયબર હોય છે જે અન્ય જાતની કેરીઓ કરતા અલગ છે. પોશાક તત્વોથી ભરપૂર આ કેરી સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક માનવામાં આવે છે.કેરીની આ નવી જાત તૈયાર કરનાર ગરીબ ખેડૂત શ્રીકૃષ્ણએ બીજા ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે. બાદમાં તેમણે અભ્યાસ છોડી દીધો હતો અને પોતાનો કૌટુંબિક ધંધો માળીકામ શરૂ કરી દીધું હતું તેમનો રસ ખેતી તરફ અને ગાર્ડનિંગમાં વધુ હતો. જયારે તેમનો પરિવાર મોટાભાગે ઘઉં અને અનાજની ખેતી જ કરતો હતો. તેમણે જાણી લીધું કે ઘઉં અને અનાજની સારી પેદાશ મેળવવા માટે બહાર કેટલાંક તત્વો જેવા કે વરસાદ, પશુઓની ત્રાસ વગેરે જેવી બાબતો અસર કરશે અને તેનાથી માર્યાદિત લાભ જ મળશે તેમણે પરિવારની આવક વધારવા માટે ફૂલોની ખેતી શરૂ કરી. સૌથી પહેલા તેમને જુદા જુદા પ્રકારના ગુલાબની ખેતી કરી અને તેને બજારમાં વેચ્યા. તેની સાથે જ તેમણે આંબાના ઝાડ લગાવવાની શરૂઆત પણ કરી. 2000માં તેમને પોતાના બગીચામાં એક એવું ઝાડ જોયું જેની વધવાની ઝડપ ઘણી વધુ હતી, તેના પાંદડા ઘાટા લીલા રંગના હતા. તેમણે જોયું કે આ ઝાડ પર બારે માસ બોર આવે છે. ત્યાર બાદ તેમને આંબાના ઝાડની પાંચ કલમ તૈયાર કરી. આ જાતને વિકસિત કરવા માટે તેમને લગભગ 15 વર્ષ લાગ્યા અને આ દરમ્યાન તેમણે કલમ કરીને ઉછરેલા છોડની સુરક્ષા અને વિકાસ પણ કર્યો. તેમને જોયું કે કલમ કર્યાના બીજા જ વર્ષે તેમાં ફળ લાગવાના શરૂ થઇ ગયા. આ નવા પ્રકારની જાતને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (NIF)ઇન્ડિયાએ પણ માન્યતા આપી છે.
