કોરોના સંક્રમણમાં ઘટાડો થતા સરકાર નાઈટ કર્ફ્યૂના સમયમાં ઘટાડો કરી શકે છે. જે અંગે આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવાં આવી હતી. બીજી તરફ મળતી માહિતી પ્રમાણે નાઈટ કર્ફ્યૂનો સમય 10 વાગ્યા સુધી કરવા પ્રધાનો દ્વારા કેબિનેટ બેઠકમાં રજુઆત કરવામાં આવી છે.આ બેઠકમાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સીએમ રૂપાણીને નાઈટ કર્ફ્યૂના સમયમાં વધારો કરવા સૂચન કર્યુ. જોકે, કોર કમિટીમાં ચર્ચા બાદ નાઈટ કર્ફ્યૂના સમયમાં ફેરફાર થઈ શકે છે.રાજ્યમાં હાલ જોઈએ એવો ધંધો ન જામતા કોરોના કર્ફયૂના સમયને લઈ હોટલ એન્ડ રૅસ્ટોરન્ટ એસો.એ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે.રાત્રે 11 વાગ્યા સુધી રૅસ્ટોરન્ટ ચાલુ રાખવાની હોટલ એન્ડ રૅસ્ટોરન્ટ એસો.એ પત્રમાં માંગ કરી છે. તો રાત્રી કર્ફયૂ 12 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કરવાની પણ માંગ કરવામાં આવી છે. બેન્કવેટ હૉલમાં લગ્ન સહિતના પ્રસંગે 200થી વધુ લોકોને છૂટછાટ આપવાની માંગ કરાઈ હતી. કેટરિંગ સર્વિસને પૂરતા પ્રમાણમાં કામ મળી રહે તેવી પત્રમાં માંગણી કરી હતી.
