ગુજરાતમાં અમદાવાદની શ્રુતિ (નામ બદલ્યું છે) ને ગયા વર્ષે સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલનારની પ્રોફાઇલ પર આર્મી ઓફિસર લખેલું હતું. શ્રુતિની તેની સાથે મિત્રતા થઈ ગઈ. જો કે, તેને કોઈ ખ્યાલ નહોતો કે આ મિત્રતાના માધ્યમથી તે સેક્સટોર્શન ગેંગનો શિકાર બનશે.35 વર્ષની શ્રુતિએ જણાવ્યું કે તે એક આઈટી ફર્મમાં કામ કરે છે. તેણે કહ્યું કે યુવકે ગત ડિસેમ્બરમાં પીડિતા સાથે મિત્રતા કરી હતી અને પોતાને પંજાબના સૈન્ય અધિકારી તરીકે ઓળખ આપી હતી. લગભગ પાંચ મહિના સુધી ઓનલાઇન ચેટિંગ કર્યા પછી, તે વ્યક્તિએ તેનો ફોન નંબર માંગ્યો. શ્રુતિ તેનો નંબર તેની સાથે શેર કર્યો હતો.
આરોપીએ શ્રુતિને વોટ્સએપ પર મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ તે વ્યક્તિએ કહ્યું કે તે રાતમાં તેને વીડિયો કોલ કરવા માગે છે. તેઓ કેટલાક મહિનાથી મિત્રો હતા અને તે માની ગઈ. તેણે વોટ્સએપ પર એક વીડિયો કોલ કર્યો. કોલ કર્યા પછી તેણે અશ્લિલ વાતો કરવાની શરૂ કરી દીધી, પોતાના કપડા ઉતારી દીધા. શ્રુતિએ પોલીસને કહ્યું કે આ શખ્સે પોતાનો ખાનગી ભાગ બતાવ્યો અને હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું. તેણે શ્રુતિને તેના કપડા ઉતારવા કહ્યું તો શ્રુતિએ ફોન કાપી નાંખ્યો. જો કે, થોડા સમય પછી તે વ્યક્તિએ શ્રુતિને તેના કોલનો સ્ક્રીન રેકોર્ડિંગ મોકલ્યું હતું તે વ્યક્તિએ શ્રુતિ પાસેથી પાંચ લાખ રૂપિયાની રોકડ માંગ કરી હતી. શ્રુતિએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને પૈસા ન ચૂકવવાની અને ફોન નંબર બ્લોક કરવાની સલાહ આપી હતી. આ પછી તે વ્યક્તિ પાસેથી ધમકીઓ મળવાનું બંધ થઈ ગયું. શ્રુતિએ આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવી ન હતી.