નવી દિલ્હીઃ જુલાઇ મહિનામાં જો તમારે બેન્કના કામકાજ પતાવવાના છે તો તમારે રિઝર્વ બેન્ક દ્વારા જારી કરેલ બેંકોની રજાઓની યાદી પર એક વાર નજર કરવી જોઇએ.
રિઝર્વ બેન્કની યાદી મુજબ જુલાઈ મહિનામાં આ વર્ષે બેંકોમાં કુલ મળીને 9 જેટલી રજાઓ છે. જેમાં કેટલીક કોમન રજાઓ છે જેમાં સમગ્ર દેશમાં બેંકો એક સાથે બંધ રહેશે. તો ક્યાં રાજ્યોના હિસાબે રજાઓ છે. આ સિવાય 6 દિવસ શનિવાર રવિવારના બંધ રહેશે. જેને પગલે જુલાઈ મહિનામાં લગભગ 15 દિવસ રજાઓ પડશે. જુલાઇમાં રથયાત્રા, બકરી ઇદ જેવા તહેવારો પણ આવી રહ્યા છે અને તે નિમિતે બેન્કોમાં રજા રહેશે.
જુલાઇમાં બેન્કો કઇ-કઇ તારીખે બંધ રહેશે
- 12 જુલાઈ સોમવાર રથયાત્રા (ઓડિસા)
- 13 જુલાઈ મંગળવાર શહિદ દિવસ – ભાનુ જયંતિ( જમ્મુકાશ્મીર, ભાનુજયંતિ -સિક્કિમ)
- 14 જુલાઈ બુધવાર દ્રુકપા ટીસેચી ( ગંગટોક)
- 16 જુલાઈ શુક્રવાર, હરેલા (દહેરાદૂન)
- 17 જુલાઈ શનિવાર – ખર્ચી પૂજા (મેઘાલય)
- 19 જુલાઈ સોમવાર Guru Rimpoche’s Thungkar Tshechu ગંગટોક
- 20 જુલાઈ મંગળવાર, બકરી ઈદ ( જમ્મુ – કોચી)
- 21 જુલાઈ બુધવાર, બકરીઈદ ( દેશભરમાં)
- 31 જુલાઈ શનિવાર, કેર પૂજા ( અગરતલા)