અત્યાર હેલ્થ ઇન્સ્યોરન્સના નિયમો હેઠળ જો વીમા પોલિસીધારક હોસ્પિટલમાં દાખલ થાય તો જ તેને વીમા કવચ પ્રાપ્ત થાય. જો કે હવે ઘરે સારવાર લઇ રહેલા વ્યક્તિઓ જેમની પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી તેને પણ વીમા કવચ મળશે. એટલે કે હવે ઘરે કોઇ બિમારીની સારવાર લઇ શકાય તેવી વીમા પોલિસીઓ આવશે.
ભારતીય વીમા નિયામક અને વિકાસ સત્તામંડળ (ઈરડા)એ વીમા કંપનીઓને આવા પ્રકારની ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ તૈયાર કરવા માટે જણાવ્યુ છે. કોરોનાકાળમાં ઘરે સારવાર મામલે ઇન્સ્યોરન્સ કવરેજની સફળતાને જોયા બાદ ઇરડાએ નવી રીતે ઘર પર બિમારીઓની સારવાર માટે કંપનીઓને આવી વીમા પોલિસીઓ રજૂ કરવા માટે જણાવ્યુ છે.
વીમા કંપનીઓને ઈરડા દ્વારા મોકલેલા પરિપત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે કંપનીઓ આ સુવિધા તેમના પહેલાથી રહેલા આરોગ્ય વીમામાં ઉમેરી શકે છે અથવા તેમના ગ્રાહકો પાસેથી કેટલાક ચાર્જ વસૂલ કરીને હોમ કેર ટ્રીટમેન્ટ કવરેજ સાથે એક નવું પેકેજ લાવી શકે છે.
ઈરડાના જણાવ્યા મુજબ, ઘરેલું સારવાર વીમા હેઠળ, જો કોઈ રોગની સારવાર ઘરે ડોક્ટરની સલાહથી કરવામાં આવે છે, જેના માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી ન હોય, તો તે આવરી લેવામાં આવશે. હાલ ભારતમાં ઘરેલુ સારવારવાળા આરોગ્ય વીમા ઉત્પાદનો હજી પણ મર્યાદિત રીતે ઉપલબ્ધ છે,