ઈંગ્લેન્ડની એવન નદીના કિનારે વસેલા બ્રિસ્ટલ શહેરમાં કોરોનાના એક કેસને લઈને આખા જગતમાં તેની ચર્ચાઓ થઈ રહી છે. મોટા ભાગે કોરોના સંક્રમિત વ્યક્તિ 15 દિવસમાં સાજા થઈ જાય છે. પણ બ્રિસ્ટલ એક એવો વ્યક્તિ મળ્યો, જે 10 મહિના સુધી સંક્રમિત રહ્યો. 72 વર્ષિય ડેવ સ્મિથથી ઓળખાતા આ વ્યક્તિ લગભગ 300 દિવસ સુધી સંક્રમિત રહ્યા બાદ તેણે પોતાના અનુભવો શેર કર્યા છે. વર્ષ 2020માં યુકેમાં કોરોનાની મહામારીની શરૂઆત થઈ ત્યારે અન્ય લોકોની માફક ડેવ સ્મિથ પણ કોરોનાથી સંક્રમિત થયાં. જો કે મોટા ભાગના લોકો બે અઠવાડીયામાં સારા થઈ ગયા. પણ સ્મિથનો અનુભવ આ બધાથી અલગ હતો. તે લગભગ 290 દિવસ સુધી એટલે કે 10 મહિના સુધી કોરોનાથી સંક્રમિત રહ્યો હતો. સંક્રમિત દરમિયાન સ્મિથે લગભગ 42 કોરોના પોઝિટીવ ટેસ્ટ કરાવ્યા. સ્મિથ વ્યવસાયે ડ્રાઈવિંગ ઈંસ્ટ્રક્ટર હતા. ડોનાલ્ડ ટ્રમ્પની માફક તેણે પણ એન્ટીબોડી કોકટેલ લીધુ હતું. સ્મિથ આ અંગે જણાવે છે કે, મારી હાલત તો એવી હતી કે, ચાર વાર મારી પત્નીએ અંતિમ સંસ્કારની તૈયારી કરી. જો કે હું બચી ગયો. મજાકમાં પણ સ્મિથ જણાવે છે કે, મારા આખા પરિવારે તમામ સભ્યોએ મારા અંતિમ સંસ્કાર માટે બોલાવી લીધા હતા.
