સરકાર હવે પેંશન અને પ્રોવિડંડ ફંડને અલગ કરવા માટે વિચાર કરી રહી છે. તેની પાછળ સરકારનો હેતુ છે કે જયારે કર્મચારી રીટાયર થાય તો તેની પાસે પેંશનની સારી રકમ હોય. EPFOના ફોર્મલ સેક્ટરમાં 6 કરોડ કર્મચારીઓ પર આ નિર્ણયની સીધી અસર થશે.જણાવી દઈએ કે કર્મચારીઓ અને તેમની કંપનીઓ તરફથી 12-12% એટલે કે કુલ 24 ટકા યોગદાન પ્રોવિડંડ ફંડમાં કરવામાં આવે છે, તેમાં 8.33 ટકા ભાગ એમ્પ્લોય પેંશન સ્કીમ (EPS)માં જાય છે અને બાકીની રકમ પ્રોવિડંડ ફંડમાં જાય છે. કર્મચારી જયારે પણ પોતાના પ્રોવિડંડ ફંડમાંથી પૈસા ઉપાડે છે તો પોતાના પેંશન એકાઉન્ટ માંથી પૈસા કાઢતા હોય છે, કારણ કે તે એક સિંગલ એકાઉન્ટ હોય છે. એક અહેવાલ મુજબ સરકારનું માનવું છે પેંશન અને પ્રોવિડંડ ફંડ અલગ અલગ થયા પછી કર્મચારી પેંશન ફંડમાંથી પૈસા નહિ નીકળી શકે. સરકારના આ પગલાંને પેંશન રિફોર્મ તરીકે જોવામાં આવી રહ્યો છે. એક અહેવાલ મુજબ, કોરોના મહામારી પછી આ સમસ્યા વધી ગઈ હતી. કારણેક આ દરમ્યાન કરોડો લોકોની નોકરીઓ જતી રહી હતી.31 મેં 2021 સુધી કુલ 76.3 લાખ લોકોએ કોવિદ એડવાન્સના રૂપમાં આ એકાઉન્ટ્સ માંથી પૈસા કાઢ્યા હતા. 1 એપ્રિલ 2020થી 3.9 કરોડ ક્લેઇમ કર્યા હતા જેમાં કોવિદ એડવાન્સ પણ સામે છે. EPFOએ 19 જૂન 2021 સુધી સેટલ કર્યા છે. અધિકારીનું કહેવું છે કે EPFOમાં પીએફ અને પેંશન સ્કીમ અલગ થવી ઘણી જ જરૂરી છે. જરૂરિયાતના સમયે પીએફ માંથી પૈસા કાઢવામાં કોઈ તક્લીફ નથી, પેંશન એકાઉન્ટને અસર ન થવી જોઈએ. અધિકારીએ જણાવ્યું કે એક ઈન્ટરનલ સરકારી પેનલએ EPF અને EPS એકાઉન્ટને અલગ કરવાની સલાહ આપી હતી. જેના પર આ વર્ષની શરૂઆતમાં EPFOની બોર્ડ બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવી હતી. અધિકારીનું કહેવું છે કે જો કોઈ કારણે કોઈ સબસ્ક્રાઈબર પેંશન ફંડમાંથી પૈસા નીકળે છે તો તે તેને બદલાયેલ કિંમત જોવા મળશે, એટલે નિવૃત્તિ બાદ પેંશન ઓછી થઇ જશે/ મેચ્યોરિટી પહેલા નિકાસીને ઓછી કરવા માટે જયારે કોઈ સબસ્ક્રાઈબર પેંશન ફંડ તોડશે તો તેને કેટલાંક ઈન્સેન્ટીવ્સ જતા કરવા પડશે.
