સમગ્ર વિશ્વમાં કેર વર્તાવી રહેલો કોરોના વાઇરસની ત્રીજી લહેર ભારતમાં દસ્તક આપવાની આશંકા છે. પરંતુ આ વચ્ચે વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો દાવો કરીને લોકોને ચેતવણી આપી છે કે કોરોના જેવા સેંકડો વાઇરસ ઝાડના પરાગરજ દ્વારા પણ ફેલાય છે. ગીચ વિસ્તારોમાં આ ભય વધુ છે.સાયપ્રસની નિકોસિયા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી છે. સંશોધનકારોએ કમ્પ્યુટર પર એક વિલો ટ્રીનું મોડેલિંગ બનાવ્યું હતું જે મોટા પ્રમાણમાં પરાગરજ છોડે છે અને બતાવવામાં આવ્યું કે તેના કણો કેવી રીતે ફેલાય છે. જો કે, રાહતની વાત એ છે કે આ પરાગરજ ઝડપથી ભીડથી દૂર જતા રહે છે.સંશોધનને આધારે સંશોધનકારોએ જણાવ્યું હતું કે 6 ફુટનું સોશિયલ ડિસ્ટન્સિંગ હંમેશા કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે પૂરતું રહેશે નહીં. વૈજ્ઞાનિકો સૂચવે છે કે જ્યાં હવામાં પરાગરજનું સ્તર ઊંચું હોય ત્યાં તેને ઘટાડવા પગલાં લેવા જોઈએ. આ સંશોધન તાલિબ ડાબોક અને એન્જિનિયર દિમિત્રીયસ ડ્રકાકિસે કર્યું છે.ડિમિત્રિયસ ડ્રકાકિસે જણાવ્યું કે તેમને આશા છે કે આ સંશોધનથી લોકો ઝાડ પર વધુ ધ્યાન આપશે. તેમનું સંશોધન Physics of Fluids જર્નલમાં પ્રકાશિત થયું છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસથી સમગ્ર વિશ્વમાં હાહાકાર છે. તેના કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે કરોડો લોકો સંક્રમિત થયા છે. કોરોના વાઇરસની અસર સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર પડી છે. ભારત, અમેરિકા, યુરોપિયન સંઘ તેમજ અન્ય ઘણા દેશોની અર્થવ્યવસ્થા સંકોચાઈ ગઈ છે અને ઘણા દેશોનો વિકાસદર નકારાત્મક રહ્યો.
