મુંબઇઃ સામાન્ય રીતે વિમાન ભાડા જૂન અન જુલાઇમાં નીચા રહે છે પરંતુ ચાલુ વર્ષે વિમાન ભાડાં ઉંચા છે કારણ કે સરકારે જૂન-જુલાઇમાં વિમાન ભાડા માટે લઘુતમ ટિકિટ ભાડાની મર્યાદા 15 ટકા વધારી દીધ છે. કોરોના મહામારીના કેસ ઘટતા ફરી લોકો વિમાન પ્રવાસ કરતા થયા છે અને તેના પગલે મુંબઇ-દિલ્હીની ફ્લાઇટનું ભાડું 10,000 રૂપિયાએ પહોંચી ગયુ છે.
પરંતુ ઓગસ્ટ માટે મુંબઇ-દિલ્હી ફ્લાઇટની માટે રિટર્ન ટિકિટનું સૌથી ઓછુ ભાડુ 4600 રૂપિયા છે. વિમાન ભાડામાં આવા પ્રકારનો ઘટાડો મોટાભાગે ડોમેસ્ટિક સેકટરોમાં જોવા મળી શકે છે. કેટલીક એરલાઇન્સ કંપનીઓએ સેલ શરૂ કર્યો અને કેટલીક કંપનીઓએ સેલ ઓફર વગર જ ઓગસ્ટ થી ઓક્ટોબરના વિમાન ભાડાં નીચા રાખ્યા છે જેથી ફોરવર્ડ બુકિંગ રેવન્યૂ હાંસલ કરી શકાય.
જૂન-જુલાઇની તુલનાએ ઓગસ્ટમાં જે એરલાઇન્સ રૂટ પર ભાડું ઘટ્યુ છે તેમાં મુંબઇથી કલકત્તા, શ્રીનગર, ચેન્નઇ, કોચી, વારાણસી અને લખનઉ સામેલ છે. જૂન-જુલાઇમાં મુંબઇથી શ્રીનગરની રિટર્ન ટિકિટ પર સૌથી સસ્તુ ઓછું ભાડુ 15,000 રૂપિયાથી વધારે હતુ પરંતુ ઓગસ્ટની માટે આ ભાડુ 8300 રૂપિયાથી શરૂ થાય છે. પાછલા સપ્તાહે જ અલાયન્સ એર, વિસ્તારા અને સ્પાઇસ જેટ એ મોનસૂન સેલ સ્કીમ્સની ઘોષણા કરી છે, અલબત્ત ઓગસ્ટ- ઓક્ટોબરમાં મોટાભાગની એરલાન્સોએ વિમાન ભાડુ નીચુ રાખ્યુ છે.