ભારતમાં હવે જરૂરી કામ માટે Aadhaar Card મુખ્ય છે, હાલમાં તો વધુમાં વધુ Aadhaar Card અંગ્રેજી બાષામાં બનેલા હોય છે કારણ કે તમામ રાજ્યોમાં તે ઉપયોગી થઈ શકે, પરંતુ જો હવે તમે ઈચ્છોતો પોતાની ક્ષેત્રીય ભાષામાં પણ બનાવી શકો છો. UIDAIની તરફથી હવે આધાર કાર્ડને સ્થાનિક ભાષામાં પણ બનાવવાની સુવિધા આપવામાં આવી છે.તમે તમારા આધારકાર્ડને અંગ્રેજી, અસમ, ઉર્દુ, પંજાબી, તમિલ, તેલુગુ, હિન્દી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, ઉડીયા, કન્નડ, મલયાલમ અને મરાઠી ભાષામાં કન્વર્ટ કરી શકો છો. આધારમાં ભાષા બદલવા માટે તમે ઓનલાઈન આવેદન પણ કરી શકો છો. તો આવો જાણીએ આધારની આ નવી સુવિધાની સંપૂર્ણ પ્રક્રિયા વીશે. આધાર કાર્ડન પોતાની ભાષામાં અપડેટ કરવા માટે સૌથી પહેલા UIDAIની અધિકારીક વેબસાઈટhttps://uidai.gov.in/ પર જાઓ, અહિંયા અપડેટ આધાર સેક્શનની અંદર અપડેટ જનસંખ્યાની ડેટા ઓનલાઈન પર ક્લિક કરે, હવે તમે તેમા આધાર સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ પર પહોંચી જશો. હવે આ પેજ પર તમારો પોતાનો 12 અંકોનો આધાર નંબર દાખલ કરો, કૈપ્ચા સુરક્ષા કોડ નાખો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો, હવે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ પર 6 અંકોનું વન-ટાઈમ-પાસવર્ડ આવશે, હવે ઓટીપી દર્જ કરો અને લોગિન બટન પર ક્લિક કરો. આગળીની સ્ક્રિનમાં જનસંખ્યાની ડેટા અપડેટ બટન પર ક્લિક કરો. હવે પછીના પેજ પર તમામ જનસંખ્યાની ડેટાની ડિટેલ થશે, હવે તમે પોતાની સ્થાનિક ભાષાને પસંદ કરો. ડિફોલ્ટ રૂપથી નામ અને સરનામાની પણ પસંદગી થઈ જશે. હવે તમને ઓપઅપમાં જનસંખ્યાની અપડેટ કરવામા આવેલી પ્રોસસને ફોલો કરતા પોતાનું આવેદન દાખલ કરો, હવે જો તમારું નામ પહેલેથીજ સ્થાનિક ભાષામાં લખવામાં આવ્યું હશે તો તમારે વધારે સુધારાની જરૂર નથી, હવે એક વખત પોતાના સ્પેલિંગની તપાસ કરો અને તેને એડિટ કરો. આ રીતે સરનામામાં પણ સુધારો કરી લો, હવેછેલ્લે પ્રિવ્યુ પર ક્લિક કરીને એક વખત તપાસ કરી લો કે તમામ બાબાતો બરોબર છેને પછી આગળ વધો, હવે મોબાઈલ પર વન ટાઈમ પાસવર્ડ આવશે.જો તમારે આધારકાર્ડની ભાષા બદલવી હોય તો તમારે નિર્ધારિત ફી પણ ભરવી પડશે. આ માટે તમે તમારા ડેબિટ / ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને payment ઓનલાઇન ચુકવણી કરી શકો છો.
