વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકા ના કરજુન ગામ ના સરપંચ રોડ કોન્ટ્રાકટર પાસેથી રૂ 48000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતા લાંચિયા સરપંચો મા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે,એમાં ક્યાંથી રોડ સારા બને તેવી ચર્ચાઓ ઉઠવા પામી છે.
સૂત્રો ના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકા ના કરજુન ગામ ના સરપંચ ભરત ધાકલ રાઉત એ તેમના ગામ મા રોડ નુ કામ કરનારા એક કોન્ટ્રાકટર કામ પૂર્ણ કર્યું હોય, પરંતુ સરપંચે આ રોડ ના કામ ની બિલ ના ચેક મા તેમની સહી બાકી હોય જે ચેક મા સહી કરી આપવા માટે કોન્ટ્રાક્ટર પાસેથી પેહલા રૂપિયા 70000 ની માંગણી કરી હતી જોકે ત્યારબાદ ભારે રકઝક ના અંતે રૂપિયા 48000 આપવાનું નક્કી થયું હતું જે અંગે કોન્ટ્રાકટરે વલસાડ એ સી બી ના પોલીસ ઇન્સ્પેકટર ડી એમ વાસવા ને ફરિયાદ કરતા એ સીબી પોલીસે આ અંગે છટકુ ગોઠવતા કરજુન ગામ ના સરપંચ ભરત ધાકલ કપરાડા નાસિક રોડ પર રૂપિયા 48000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા જે અંગે એ સી બી પોલીસે તેમને ડિટેન કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે