ઉમરગામ ના સંજાણ માં એક મુસ્લિમ યુવકે સ્નેપચેટ ઉપર મિત્રતા કરી નાદાન એવી 14 વર્ષ ની બાળા ને પોતાના ઘરે બોલાવી શારીરિક અડપલાં કર્યા બાદ સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરનાર મુસ્લિમ ઢગા ને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ જીલ્લા ના ઉમરગામ તાલુકા માં આવેલ સંજાણ ની ચૌદ વર્ષીય બાળા ને સ્નેપચેટ નામની સોશિયલ સાઇટ ના માધ્યમ થી વિધર્મી એ માત્ર હવસ સંતોસવા મિત્રતા કરી અને ફસાવ્યા બાદ તેને ઘરે બોલાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું ક્રૂત્ય કરતા ભારે ચકચાર મચી ગઇ છે આ હવસખોર ઇસમ ને ઉમરગામ પોલીસે ગણતરી ના કલાકો માં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉમરગામ પંથક ના સંજાણ માં રહેતી એક 14 વર્ષ ની માસૂમ બાળા ચેરચેટ ના માધ્યમ થી 23 વર્ષ ના આદિલ સાથે સંપર્ક માં આવતા તેની સાથે મિત્રતા બંધાઈ હતી અને ત્યારબાદ આરોપી એ બાળા ને પોતાના ઘરે બોલાવી શારીરીક અડપલા કરી સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરતા બાળા ગભરાઈ ગઈ હતી અને ઘરે આવ્યા બાદ હિંમત રાખી પોતાના માતા પીતા ને સમગ્ર ઘટના અંગે જાણ કરતા માતાપિતા ચોંકી ઉઠ્યા હતા અને આ બનાવ અંગે પોલીસ માં ફરિયાદ કરતા પોલીસે તરત જ એક્શન લઈ આરોપી ને દબોચી લીધો હતો, આરોપી નું નામ 23 વર્ષીય આદિલ નૂરમહમદ હોવાનું પોલીસે જણાવ્યું હતું તે પ્રાઇવેટ કંપની માં નોકરી કરતો હોવાની હકીકત સામે આવી છે.
આ અંગે જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપ સિંહ ઝાલા એ વાલીઓ ને ચેતવતા જણાવ્યું કે 18 વર્ષ થી નીચેના બાળકો ને મોબાઈલ આપતા પહેલા નજર રાખવી જોઇએ અને તે માટે આવતી એપ્લિકેશન નો ઉપયોગ કરી બાળકો ની સુરક્ષા તરફ ધ્યાન રાખવા અપીલ કરી હતી.
નોંધનીય છે કે હાલ ઓનલાઈન અભ્યાસ ચાલતો હોય બાળકો ના હાથ માં ફોન આવી જતા ગેમ અને સોસિયલ મીડિયા ઉપર અજાણ્યા લોકો ના સંપર્ક માં આવી જિંદગી બરબાદ કરતા હોય છે ત્યારે પોલીસે વાલીઓ ને પોતાના બાળકો અભ્યાસ સિવાય મોબાઈલ માં શુ કરી રહ્યા છે તે ધ્યાન રાખવા જાહેર અપીલ કરી છે