વલસાડ માં ત્રણ માસ અગાઉ ફાયર સેફટી નો અમલ નહિ કરનારાઓ ને દંડ ફટકારવા માટે મોટીમોટી જાહેરાતો થયા બાદ જાણે કે હવે તે વાત નું સુરસુરિયું થઈ ગયું હોય તેમ જણાઇ રહ્યું છે.
વલસાડ માં હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થા, ટ્યુશન કલાસિસ, કારખાનાઓ, કોમર્શિયલ બિલ્ડિંગો, સરકારી ઇમારતો, હોટલ, રેસ્ટોરન્ટો, પેટ્રોલપંપો ઉપર ફાયર સેફ્ટી નો અમલ નહિ કરનાર સામે કાર્યવાહી કરવા
રાજ્ય સરકારે ફાયર સેફ્ટીની એનઓસી ફરજિયાત કરતા આદેશો આપી દેતા તેના અમલીકરણ માટે મહાનગરપાલિકાઓ અને પાલિકાઓને કડક સૂચનાઓ આપી દેવામાં આવી હતી જે અંતર્ગત
વલસાડમાં પણ આવા એકમો ને સેફ્ટીની સુવિધાઓ પૂર્ણ કરી NOC, પ્રાદેશિક ફાયર ઓફિસર, સુરત ખાતેથી તાત્કાલિક એનઓસી મેળવી લેવા સૂચનાઓ અપાઈ હતી અને એનઓસી વિનાના એકમોને બિનવપરાશ જાહેર કરી પાણી, ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ બંધ કરવા સહિતની જરૂરી તમામ કાર્યવાહી કરાશે તેવી ચીમકી આપવામાં આવી હતી તેમજ આ માટે જરૂરી માર્ગદર્શન માટે વલસાડ નગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું હતું.
ગુજરાત ફાયર અધિનિયમ તેમજ ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઇ કરવામાં આવી છે.વલસાડ પાલિકાના શહેરી હદ વિસ્તારોમાં આવેલા હોસ્પિટલો,હોટલો,રેસ્ટોરન્ટો,કોમર્શિયલ કોમ્પલેક્ષો,પેટ્રોલપંપના માલિકો,ટ્યુશન વર્ગોના માલિકો ભોગવટેદારોને ફાયર સેફ્ટીની એનઓસી તાત્કાલિક મેળવી રાજ્ય સરકારના ફાયર અધિનિયમનો અમલ કરવા તાકીદ કરાઇ હતી,રાજ્ય સરકારના આદેશ હેઠળ સરકારી ઇમારતોમાં પણ ફાયર સેફ્ટી સુવિધાઓ પર્યાપ્ત હોવાની એનઓસી લેવાનું ફરજિયાત કરાયું છે.વલસાડમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ, કલેકટર કચેરી,જિ.પં.કચેરી,તા.પં.કચેરી સહિતની તમામ સરકારી કચેરીઓ માટે પણ ફાયર સેફ્ટી એનઓસી લેવાની સૂચનાઓ છતાં વલસાડ માં સરકારી કચેરીમાં જ ફાયર સેફટી નો અમલ નહિ કરાતો હોવાનું સપાટી ઉપર આવ્યું છે,નવાઈ ની વાત તો એ છે કે 2019 માં જ ફાયર સેફટી ના સાધનો બિન જરૂરી થઈ ગયા હોવાછતાં આટલા વર્ષ થી ભંગાર સાધનો સાથે સરકારી કચેરી માં ચાલતા લોલમલોલ ના કિસ્સા માં હવે કોની સામે પગલાં ભરાશે તે તો સમય જ બતાવશે.
