રાજ્ય સરકારે વિશ્વ યોગ દિન 21 જૂનથી સ્પોટ વેક્સિનેશનના ધોરણે રસી આપવાની મોટાપાયે જાહેરાત તો કરી દીધી પણ હવે રાજ્ય માં પૂરતી માત્રા માં વેકશીન સ્ટોક નહિ હોવાથી વિવિધ કેન્દ્રો ઉપર રસીકરણ બંધ હોવાના પાટિયા લાગ્યા છે ત્યારે વલસાડ માં પણ વેકશીન ખૂટી પડતા વેકશીન અભિયાન ટલ્લે ચડી જતા હવે આજની પેઢીના યુવક-યુવતીઓ કોમેન્ટ કરે છે કે પહેલા હોમવર્ક કરો અને પછી જાહેરાત કરો તો કદાચ આવી સિચ્યુએશન ઉભી ન થાય..!!
વલસાડ જિલ્લામાં જથ્થો ખૂટી પડતા તા.28 જૂન 2021ના રોજ સોમવારે કોવિશીલ્ડ વેક્સિનેશનના કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો, પરિણામે કોવિશીલ્ટ વેક્સિનેશન લેનારા લાભાર્થીઓ વેક્સિનથી વંચિત રહયા હતા.
નોંધનીય છે કે વલસાડ જિલ્લામાં તા. 21 જૂને રાજ્ય સરકારે 14 હજારથી વધુ વેક્સિનનો જથ્થો ફાળવતા પ્રથમ દિવસે જ વેક્સિન માટે ભારે ધસારો થતાં જિલ્લા આરોગ્ય વિભાગે ટાર્ગેટ કરતા પણ વધુ 108 ટકા સફળતા મેળવી હતી.
પરંતુ ત્યારબાદ જિલ્લાના વલસાડ, ધરમપુર, પારડી, વાપી, ઉમરગામઅને કપરાડા મળી 6 તાલુકાના પીએચસી, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ, સરકારી દવાખાના, જિલ્લાની પ્રાથમિક શાળાઓ મળી કુલ 140 જેટલા વેક્સિનેશન કેન્દ્રો ઉપર 14 હજારના ટાર્ગેટ સામે 40 ટકા વેક્સિનનો જથ્થો ઓછો મળવાનું શરૂ થતાં હવે રસીકરણ અભિયાન ઉપર બ્રેક લાગી છે.
તેમાંય વળી તા.28 જૂને વેક્સિનનો જથ્થો નહી મળવાના કારણે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સોમવારે રસીકરણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.જિલ્લા સીડીએચઓ ડો.અનિલ પટેલે સત્યડે સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું કે,પૂરતો સ્ટોક નહિ હોવાથી 28 જૂને કોવિશીલ્ડ વેક્સિનેશનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હોવા અંગે ની વિસ્તુત માહિતી આપી હતી.
