નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ વધીને હવે અસહ્ય સ્તરે પહોંચી ગયા છે. આજે મંગળવારે દેશમાં ઇંધણના ભાવ ફરી વધ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે પેટ્રોલના ભાવમાં 35 પૈસા અને ડીઝલના ભાવમાં 28 પૈસા પ્રતિ લિટર વધારો કર્યો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને 98.81 રૂપિયા અને ડીઝલની 89.18 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઇ છે. તો ભોપાલમાં પેટ્રોલની કિંમત આજે 107 રૂપિયાને વટાવી ગઇ છે.
33 દિવસમાં 8.49 રૂપિયા પેટ્રોલ અને 8.39 રૂપિયા ડીઝલ મોંઘુ થયુ
મે મહિનામાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થયા બાદ ઇંધણના ભાવ સતત વધી રહ્યા છે. વિતેલ 4 મે, 2021 પછીના 33 દિવસમાં પેટ્રોલની કિંમતો 8.49 રૂપિયા પ્રતિ લિટર વધી ગઇ છે, તેવી જ રીતે સમીક્ષાધીન સમયગાળામાં ડીઝલ 8.39 રૂપિયા મોંઘુ થયુ છે.
વિવિધ શહેરોના પેટ્રોલ-ડીઝલના આજના નવા ભાવ
શહેરનું નામ | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 98.81 | 89.18 |
મુંબઇ | 104.90 | 96.72 |
ચેન્નઇ | 99.80 | 93.72 |
કલકત્તા | 98.64 | 92.03 |
ભોપાલ | 107.07 | 97.93 |
રાંચી | 94.35 | 94.12 |
બેંગ્લોર | 102.11 | 94.54 |
પટના | 100.81 | 94.52 |
ચંડીગઢ | 95.02 | 88.81 |
લખનઉ | 95.57 | 89.59 |