દિગ્ગજ સોશિયલમ ડિયા ફેસબુકની માર્કેટકેપ સોમવારે પહેલીવાર 1 લાખ કરોડ ડોલરને પાર ગયુ હતુ છે. માર્ક ઝુકરબર્ગના નેતૃત્વવાળી આ સોશિયલ મીડિયા કંપનીએ પહેલીવાર આ સિદ્ધિ હાંસલ કરી છે. એપલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન અને ગુગલ બાદ આ સિદ્ધિ હાંસલ કરનાર ફેસબુક અમેરિકાની પાંચમી કંપની બની છે.
ફેસબુક વિરુદ્ધ એન્ટીટ્રસ્ટ ફરિયાદ ફગાવી દેવામાં આવ્યા બાદ સોમવારે કંપનીનો શેર 4.2 ટકા ઉછળીને 355.64 ડોલરે પહોંચી ગયો હતો. યુએસ ફેડરલ ટ્રેડ કમિશન અને ઘમા રાજ્યોના એટર્ની જનરલે કંપની વિરુદ્ધ એન્ટી ટ્રસ્ટ સંબંધિત ફરિયાદ કરી હતી. ફેસબુકની બધી કમાણી જાહેરાતોમાંથી થાય છે જે ફેસબુક અને ઇન્સ્ટ્રાગામ યુઝર્સને જોવા મળે છે.
આ ઉપરાંત કંપનીનો હાર્ડવેર બિઝનેસ પણ સારો ચાલે છે. ફેસબુક પોર્ટલ વીડિયો કોલિંગ ડિવાઈસ, ઓકુલસ વર્ચ્યુઅલ રિયલિટી હેડસેટ્સ અને સ્માર્ટ ગ્લાસિસ બનાવી રહી છે જે આ વર્ષે રિલીઝ થનાર છે. ફેસબુકનો આઈપીઓ મે 2012માં આવ્યો હતો અને કંપનીએ 104 અબજ ડોલરની માર્કેટ કેપ સાથે શેર માર્કેટમાં ડેબ્યૂ કર્યું હતું. 2018માં કંપનીની રેવેન્યૂમાં 19 ટકાનો ઘટાડો આવ્યો હતો. ત્યારે ડેટા લીક્સ, ફેક ન્યૂઝ અને ખાસકરીને કેંબ્રિજ એનાલિટિકા ગોટાળાથી કંપનીની શાખને ધક્કો લાગ્યો હતો. પરંતુ તેમ છતાં કંપની વાપસી કરવામાં સફળ રહી. તેનો યૂઝર બેસ અને એવરેજ રેવેન્યૂ પર યૂઝર વધતા ગયા. 27 જુલાઈ 2018 પછી કંપનીનો સ્ટોક 90 ટકાથી વધુ વધુ ગયો છે.