અમદાવાદના શિવરંજની ચાર રસ્તા નજીક રાત્રે 12:30 વાગે બનેલી હિટ એન્ડ રન ની ઘટના માં બેકાબુ કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળતા એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત બાદ કારચાલક સહિત અન્ય 4 લોકો પણ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા જે ઘટના માં કાર ચાલક એવો 21 વર્ષીય પર્વ શાહ સામેથી પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. અકસ્માત બાદ થયેલી તપાસ માં અકસ્માત સર્જનાર
i20 કાર મીઠાખળીના શૈલેશ શાહ નામની વ્યક્તિની હોવાનું બહાર આવ્યું હતું અને તપાસ માં આ કાર શૈલેષ શાહનો પુત્ર પર્વ શાહ ચલાવતો હોવાનો ખુલાસો થયો હતો. ત્યાર બાદ પર્વ શાહ સેટેલાઈટના N ડિવિઝિન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.
21 વર્ષીય પર્વ શાહે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. તેના પિતા શૈલેષ શાહને કુર્તી ના વેપારી છે. તેઓ કાંકરિયા પાસેના સુમૈલ કોમ્પ્લેક્સમાં કુર્તીનો બિઝનેસ છે. પર્વ તેના પિતા સાથેના ધંધા માં મદદ કરે છે.
પર્વ શાહ કર્ફ્યૂ હોવાછતાં મિત્રો સાથે ફરવા નીકળી પડ્યો હતો,પરંતુ સિંધુ ભવન રોડ પર પોલીસ તેને જોઈ જતા તેઓ ગલીમાં વળી ગયા હતા પરંતુ પાછળ પોલીસ હોવાથી તેઓએ કાર ભગાવી મૂકી હતી.
પોલીસ વેન્ટોકારમાં હોવાથી પર્વએ રેસ ડ્રાઈવિંગ શરૂ કરતા કાર ફુટપાથ ઉપર ચડી ગયા નું આરોપી એ જણાવ્યું હતું તેણે કહ્યું કે અકસ્માત બાદ ત્યાં હાજર લોકો એ લાકડી થી મારવાનું ચાલુ કરતા તેઓ ભાગી ને ત્યાંથી નીકળી ગયા હતા અને પોતાની સાથે બે ભાઈ અને એક મિત્ર હતો. તેના નામ વૃષભ, દિવ્ય અને પાર્થ હોવાનું જણાવ્યું હતું.
પોલીસે આરોપી પર્વ શાહ ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
