મુંબઇઃ ક્રિપ્ટોકરન્સીનું નામ લેતા જ સૌથી પહેલા બિટકોઇન યાદ આવે છે. બિટકોઇન દુનિયાની સૌથી જૂની અને લોકપ્રિય મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી છે. આ કારણસર જ આજે તે ક્રિપ્ટોકરન્સીની પર્યાય બની ગઇ છે. પરંતુ આજે માર્કેટમાં એવી પણ ક્રિપ્ટોકરન્સી છે જે આગામી સમયમાં બિટકોઇન થી આગળ નીકળી શકે છે. તેમાં ઇથર, લિટેકોઇન, બિટકોઇન કેસ, ડાસ રિપ્પલ, Polygon (MATIC), Cardano (ADA), Polkadot (DOT) અને ઘણી બધી શામેલ છે. ચાલો જાણીયે રોકાણ માટે ક્રિપ્ટોકરન્સીની પસંદગી કરતી વખતે કઇ-કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ…
જાણકારોનું માનવુ છે કે કોઇ પણ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા પહેલા તેની માર્કેટકેપ અને ટોટલ સર્ક્યુલેશન અંગે જાણકારી મેળવવી જોઇએ. સપ્લાયનો મતલબ છે માર્કેટમાં કૂલ કેટલા ડિજિટલ કોઇન આવી શકે છે અને સર્ક્યુલેશનનો અર્થ છે માર્કેટમં હાલ કેટલા કોઇન છે. ઉદાહરણ તરીકે બિટકોઇનની કૂલ સપ્લાય 2.1 કરોડ કોઇન છે. એટલે કે તેનાથી વધારે કોઇન હવે બની શકે તેમ નથી. જો કોઇ ક્રિપ્ટોકરન્સીની સંખ્યા મર્યાદિત હશે તો ચોક્કસ તેની માંગ વધારે રહેતા ભાવ પણ ઉંચા રહેશે.
ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં વધઘટની પણ તપાસ કરવી જોઇએ. તેનાથી તમને એ ક્રિપ્ટોકરન્સી અંગે ઘણી માહિતી જાણવા મળશે. જેમ કે ડોગીકોઇને મજાક તરીકે શરૂ કરવામાં આવી હતી પરંતુ એલન મસ્કના નિવેદન બાદ તેની કિંમત અનેક ગણી વધી ગઇ છે.
ક્રિપ્ટોકરન્સીમાં ટેકનોલોજીની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે જો તમે ઇથરને જોશો તો તેમાં ઘણા પ્રકારના ટ્રાન્ઝેક્સનનો ઉપયોગ કરાયો છે. તેમં સ્માર્ટ કોન્ટ્રાક્ટનો ઉપયોગ થાય છે, જેનો ઉપયોગ બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્રટરમાં થાય છે. ક્રિપ્ટોકરન્સીમાં મોટુ જોખમ પણ રહેલુ છે.