નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કોરોના મહામારીની બીજી લહેરની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગરીબ લોકોને રાહત આપવા માટે આ વખતે પણ જુલાઇ જ નવેબરમ દરમિયાન મફત અનાજનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. તેની માટે કેન્દ્ર સરકારે 199 લાખ ટન જથ્થો ફાળવ્યો છે.
સરકારે એક નિવેદનમાં કહ્યુ કે, કેન્દ્ર સરકારે પાછલા વર્ષે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની ઘોષણા કરી હતી. જેથી મહામારીને કારણે થયેલ આર્થિક નુકસાનમાં ગરીબોને પુરતુ ભોજન મળી શકે. બીજી લહેરના પ્રકોપ બાદ ચાલુ વર્ષે પણ મે અને જૂન મહિના માટે યોજના શરૂ કરવામાં આવી હતી તેને તાજેતરમાં સરકારે નવેમ્બર 2021 સુધી લંબાવી દીધી છે.
આ યોજના હેઠળ કેન્દ્ર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાના દાયરામાં આવતા 80 કરોડથી વધારે લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ દીઠ માસિક પાંચ કિગ્રા અનાજનું મફત વિતણ કરશે.
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પાછળ ગત વર્ષ 1,33,972 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. ચાલુ વર્ષે 93,869 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે જેનાથી સરકારી તિજોરી પર કૂલ 2,27,841 કરોડ રૂપિયાનો બોજો પડશે.