1લી જુલાઇથી ઘણા ફેરફારો થઇ રહ્યા છે જે સીધી રીતે તમને નાણાકીય રીતે અસર કરશે. જેમાં એટીએમમાંથી રોકડ ઉપર લાગતા ચાર્જ સહિત ટીસીએસ અને એલપીજી ગેસ સંબંધિત બાબતો છે. જાણો કેવા ફેરફારો થશે…
SBI
SBIના બેઝિક સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ ખાતાધારકોની માટે એક જરૂર ખબર છે. બેન્કે 1લી જુલાઇથી નવા સર્વિસ ચાર્જ લાગુ કર્યા છે. હવે એટીએમમાંથી રોકડ ઉપાડ અને ચેકબુક ઉપર નવા ચાર્જ લાગુ થશે. 1લી જુલાઇથી હવે ATM માંથી BSBD ખાતાધારકો ચાર વખત કોઇ ચાર્જ વગર રોકડ ઉપાડી શખશે ત્યારબાદના ઉપાડ પર ચાર્જ લાગશે. જેમા બ્રાન્ચ ચેનલ કે એટીએમમાં પ્રતિ રોકડ ઉપાડ પર 15 રૂપિયા + જીએસટી નક્કી કરાયુ છે. SBIના એટીએમ સિવાયના અન્ય બેન્કના એટીએમમાંથી રોકડ ઉપાડ પર પણ આટલો ચાર્જ લાગશે.
ચેકબુક ચાર્જ
SBIના બચત ખાતાધારકોને એક નાણાં વર્ષમાં પહેલા 10 ચેક મફત મળશે. ત્યારબાદ 10 ચેકવાળી ચેકબુક માટે 40 રૂપિયા + જીએસટી ચાર્જ લાગશે. તો 25 ચેકની ચેકબુક માટે 75 રૂપિયા + જીએસટી ચાર્જ વસૂલાશે તો 10 ચેક વાળી ઇમરજન્સી ચેકબુક માટે 50 રૂપિયા + જીએસટીની ચૂકવણી કરવી પડશે. સિનિયર સિટિઝનોને ચેકબુકના નવા સર્વિસ ચાર્જમાંથી મુક્તિ અપાઇ છે.
એલપીજી ગેસ સિલિન્ડર
દર મહિનાની 1લી અને 15મી તારીખે રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે. હવે 1લી જુલાઇ, 2021ના રોજ એલપીજી સિલિન્ડરના ભાવ બદલાશે. હાલ દિલ્હીમાં સબસિડીવગરના એલપીજી સિલિન્ડરની કિંમત 809 રૂપિયા છે.
ટીડીએસના નવા નિયમ
તાજેતરમા ટીડીએસના નિયમોમાં ફેરફાર કરાયો છે. આ ફેરફાર નવા સામાન ખરીદનાર અને આઇટીઆર ફાઇલ નહીં કરનાર લોકા સાથે સંબંધિત છે. જુલાઇથી નવા નિયમો લાગુ થશે. સમાન ખરીદીના ટીડીએસ સંબંધિત નિયમો બદલાશે અને સાથે જ ઇન્કમટેક્સ ફાઇલ ન કરનાર લોકોને પહેલા કરતા વધારે દંડ લાગશે.
સિન્ડિકેટ બેન્કનું IFSC
સિન્ડિકેટ બેન્કના ખાતાધારકો માટે મોટા સમાચાર છે. બેન્કના બ્રાન્ચનો હાલનો IFSC કોડ 30 જૂન 2021 સુધી કામ કરશે. 1 જુલાઇથી નવો IFSC કોડ લાગુ થશે. આથી ગ્રાહકોએ 30 જૂન સુધી નવા IFSC કોડ અપડેટ કરાવી લો પડશે. સિન્ડિકેટ બેન્કનું 1લી એપ્રિલ 2020થી કેનેરા બેન્કમાં મર્જર થયુ છે.