ભારતીય શેરબજાર સતત ત્રીજા દિવસે રેડ ઝોનમાં બંધ થયા છે. મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ મનોવૈજ્ઞાનિક લેવલ તોડીને તેની નીચે જતા રહ્યા છે. બુધવારે સેન્સેક્સ 67 પોઇન્ટ ઘટીને 52,482.71 અને નિફ્ટી 26.95 પોઇન્ટ ઘટીને 15,721.50 લેવલ પર બંધ થયા. જાણો આજે ગુરુવારે ક્યાં સ્ટોકમં કમાણીનો મોકો મળશે…
આ સ્ટોક પર નજર રાખવી
આજે ગુરુવારે મોમેન્ટમ ઇન્ડિકેટર મૂવિંગ એવરેઝ કન્વર્ઝન્સ ડાયવર્જન્સ એટલે કે MACDની રીતે સ્પાઇસ જેટ, પીએનસી ઇન્ફ્રાટેક, કેએનઆર કન્સ્ટ્રક્શન્સ, યુફ્લેક્સ, ઝી મીડિયા, ટાઇમ ટેકનોપ્લાસ્ટ જેવા સ્ટોકમાં મજબૂતીના સંકેત છે. ઉપરાંત કેમલિન ફાઇન સાયન્સ, સન ફાર્મા, આદિત્ય બિરલા ફેશન, કેપીઆઇટી ટેક, ઝેનસાર ટેક, દિલિપ બ્લિડકોન, સુમિત વુડ્સ, એસબીઆઇ લાઇફ, મોરારજી ટેક્સટાઇલ, ડાલમિયા ભારત, પાવર મેક પ્રોજેક્ટ, પ્રાઇમ સિક્યોરિટીઝના શેરમાં તેજી જોવા મળી શકે છે.
ક્યા ક્યા સ્ટોકમાં સાવધાની રાખવી
આજે ગુરુવારે હિમાદ્રી સ્પેશ્યાલિટી, હુડકો, એક્સિસ બેન્ક, આઇએફસીઆઇ, રોલ્ટા ઇન્ડિયા, એચસીએલ ટેકનોલોજી, ગુજરાત ગેસ એક્શન કન્સ્ટ્રક્શન, એરીઝ એગ્રો, નીલા સ્પેસેજ, સેટકો ઓટો, કોરોમંડલ ઇન્ટરનેશનલ, પ્રેસ્ટીજ એસ્ટેટ, કંસાઇ નેરોલેક પેઇન્ટ, તિલકનગર ઇન્ડ. બજાજ ફિનસર્વ,, રિલેક્સો ફુટવેર વગેરે સ્ટોકમાં નરમાઇ જોવા મળી શકે છે. ઉપરાંત મિંડા ઇન્ડ. વર્ધમાન એક્રેલિક્સ, પ્રતાપ સ્નેક્સ, ડેક્કન સિમેન્ટ, મંગલમ સિમેન્ટ, સુંદરમ ફાઇનાન્સ, શીલાફોમ અને બાફના ફાર્માના શેરમાં ઘટાડો જોવા મળી શકે છે.