મુંબઇઃ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ઘટાડાનો સિલસિલો બુધવારે પર ચાલુ રહ્યો. તેનાથી ગ્રૂપના ચેરમેન ગૌત્તમ અદાણીની સંપત્તિમાં 1.49 અબજ ડોલરનો ઘટાડો આવ્યો. Bloomberg Billionaires Indexના મતે અદાણીની નેટવર્થ હવે 59.7 અબજ ડોલર રહી ગઇ છે. તેની સાથે તેઓ વિશ્વના ટોપ-20 ધનિકોની યાદીમાં બહાર જતા રહ્યા છે. વિશ્વના ધનપતિઓની યાદીમાં ગૌત્તમ અદાણી અત્યાર સુધી 19માં ક્રમે હતા જો કે હવે 21માં ક્રમે આવી ગયા છે. છેલ્લા ત્રણ દિવસમાં ધનિકોની યાદીમા તેનું સ્થાન 6 ક્રમ નીચે આવ્યુ છે.
અદાણી ગ્રૂપની તમામ 6 લિસ્ટેડ કંપનીઓના શેરમાં બુધારે ઘટાડો આવ્યો. અદાણી ગ્રીન એનર્જીનો શેર .09 ટકા, અદાણી ટ્રાન્સમિશનનો 5 ટકા, અદાણી ટોટલ ગેસ નો 5 ટકા, અદાણી એન્ટરપ્રાઇસનો 1.10 ટકા, અદાણી પોર્ટ્સ-સેઝ નો 1.02 ટકા ને અદાણી પાવર કંપનીનો શેર 2.74 ટકા તૂટ્યો છે.
17 દિવસમાં ગુમાવ્યા 17 અબજ ડોલર
ગૌત્તમ અદાણીની નેટવર્થ પાછલા મહિને 14 જૂને 77 અબજ ડોલરે પહોંચી ગઇ હતી અને તેઓ એશિયાના સૌથી મોટા ધનાઢ્ય મુકેશ અંબાણી માટે જોખમી બની ગયા હતા. પરંતુ 14 જૂને આવેલા એક મીડિયા અહેવાલ બાદ અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં મોટો કડાડો આવ્યો અને તેનાથી તેમની સંપત્તિમાં મોટુ ધોવાણ થયુ. છેલ્લા 17 દિવસમાં ગૌત્તમ અદાણીની સંપત્તિમાં 17.3 અબજ ડોલર એટલે કે 1,28,720 કરોડ રૂપિયાનું ધોવાણ થયુ છે.