વિરાટ કોહલી એક ક્રિકેટર હોવાની સાથે સાથે ઇન્વેસ્ટર્સ પણ છે. તેણે એક સ્ટાર્ટઅપ્સમાં જંગી મૂડીરોકાણ કર્યુ છે અને હાલ આ સ્ટાર્ટઅપ્સ તેની વેલ્યૂએશનના મામલે ચર્ચામાં આવ્યુ છે. આ સ્ટાર્ટઅપ્સનું નામ છે ફિનટેક સ્ટાર્ટઅપ ડિજિટ (Digit)ની ફ્રેશ ફંડિંગ રાઉન્ડ બાદ વેલ્યૂએશન 3.5 અબજ ડોલરે પહોંચી ઘઇ છે. તેનાથી કંપનીને મોબાઇલ ટેકનોલોજી મારફતે ઇન્સ્યોરન્સ કસ્ટમર એક્ત્ર કરવા માટે મૂડી મળી ગઇ છે. કંપનીએ શુક્રવારે કહ્યુ કે, તે Sequoia Capital India, હાલના રોકાણકાર Faering Capital Pvt અને અન્ય રોકાણકારો પાસેથી 20 કરોડ ડોલર એક્ત્ર કરી રહી છે. દેશના વીમા બજારમાં હાલ તેજીનો માહોલ છે અને તેમાં ડિજિટની હરિફાઇ એમેઝોનનું મૂડીરોકાણ ધરાવતી Acko સાથે છે.
ડિજિટ હેલ્થ, ટ્રાવેલ અને ઓટો ઇન્સ્ટોરન્સની સુવિધા પુરી પાડે છે.તેનું કહેવુ છે કે નવા ફંડિંગ રાઉન્ટ માટે તેણે હાલ નિયામકીય મંજૂરી મેળવવાની છે. તેને ઔપચારિક રીતે Go Digit General Insurance Co.ના નામથી ઓળખવામાં આવે છે અને જાન્યુઆરીમાં 1.9 અબજ ડોલરની વેલ્યૂ સાથે યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ બની ગઇ હતી. હાલ તેની વેલ્યૂ લગભગ બમણી થઇ ગઇ છે. આ દરમિયાન કંપનીએ કૂલ 44.2 કરોડ ડોલરની મૂડી એક્ત્ર કરી છે.
કેપીએમજીના પૂર્વે એક્ઝિક્યુટિવ કમલેશ ગોયલે વર્ષ 2017માં ડિજિટની સ્થાપના કરી હતી. તેના પહેલા રોકાણકાર કેનેડાના ભારતીય મૂળના અબજોપતિ પ્રેમ વત્સ હતા. તેની શરૂઆતમાં મૂડીરોકાણ કરનારમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને ટીવીએસ કેપિટલ ફંડ્સ શામેલ હતા.