નવ દિલ્હીઃ કેન્દ્ર સરકારે જથ્થાબંધ વિક્રેતાઓ, છુટક વિક્રેતાઓ અને મિલ માલિકો અને આયાતકારોની માટે મગને બાદ કરી તમામ દાળ પર સ્ટોક લિમિટ લગાવી દીધી છે જેથી તેની કિંમતો નીચે આવી શકે, જે માર્ચથી છુટક બજારોમાં વધી રહી છે. આ સ્ટોક લિમિટડ આજે 2 જુલાઇથી તાત્કાલિક અસરે લાગુ થઇ ગઇ છે.
ખાદ્ય મંત્રાલય દ્વારા જારી આદેશ અનુસાર 31 ઓક્ટોબર સધી જથ્થાબંધ વેપારી તમામ કઠોળનો કૂલ મહત્તમ 200 ટન સ્ટોક પોતાન પાસે રાખી શકે છે, જેમાં એક વેરાયટી 100 ટનથી વધારે હોવી જોઇએ નહીં. રિટેલ વિક્રેતાઓની માટે સ્ટોકની લિમિટ 5 ટન નક્કી કરાઇ છે. મિલ માલિકોની માટે આ લિમિટ પાછલા ત્રણ મહિના દરમિયાન કૂલ ઉત્પાદન કે વાર્ષિક સ્થાપિત ક્ષમતાના 25 ટકા, જે પણમ વધાર હોય તે.
15 મેથી પહેલા આયાતી સ્ટોક માટે આયાતકારોને તમામ કઠોળનો મહત્તમ 200 ટન જથ્થો રાખવાની મંજૂરી છે., જેમાંથી એક વેરાયટી (જથ્થાબંધ વિક્રેતાઓની સમાન)માં 100 ટનથી વધારે સ્ટોક હોવો જોઇએ નહીં. અલબત્ત , 15 મે બાદ આયાતી સ્ટોકની માટે કસ્ટમ ક્લિયરન્સની તારીખથી 45 દિવસ બાદ આયાતકારો પર આ સ્ટોક લિમિટ લાગુ થશે.
સરકારના મતે જો કઠોળનો સ્ટોક નિર્ધારિત લિમિટથી વધારે છે , તેમમે ગ્રાહક બાબતોના વિભાગને ઓનલાઇન પોર્ટલ (fcainfoweb.nic.in) પર ઘોષણા કરવી પડશે અને આ આદેશના નોટિફિકેશનના 30 દિવસની અંદર નિર્ધારિત લિમિટની અંદર સ્ટોક લાવવો પડશે.
માર્ચ-એપ્રિલથી કઠોળના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે જેના કારણે કેન્દ્ર સરકારે મે મહિનામાં રાજ્યો પાસે મિલ માલિક, આયાતકાર, ડીલર અને સ્ટોકિસ્ટો નોંધણી કરાવે અને તેઓ આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળ સરકારને પોતાના સ્ટોકની માહિતી આપે તેની ખાતરી કરવા રાજ્યોને જણાવ્યુ હતુ. પરિણામ સ્વરૂપ 7001 રજિસ્ટર્ડ થયા અને વેપારીઓ દ્વારા 28.31 લાખ ટનના સ્ટોકની માહિતી આપવામાં આવી.