ભારતના સૌથી મોટા ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી હવે નવો બિઝનેસ શરૂ કરવા જઇ રહી છે. આ નવો બિઝનેસ શરૂ કરવા માટે મુકેશ અંબાણી એક-બે નહીં 7 નવી કંપનીઓ બનાવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે ગ્રીન એનર્જી બિઝનેસમાં પ્રવેશવા જઇ રહી છે. તેની માટે બે કંપનીઓ રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર અને રિલાયન્સ ન્યૂ સોલાર એનર્જી નામની બે નવી કંપની બનાવી છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણીને આ બંને કંપનીઓમાં ડિરેક્ટર બનાવ્યો છે. રિલાયન્સે 24જૂને પોતાની એજીએમમાં ગ્રી એનર્જી બિઝનેસમાં પ્રદાર્પણની ઘોષણા કરી હતી. આ બંને કંપનીઓની રચના થોડાંક દિવસ પહેલા જ કરવામાં આવી છે.
અંનત અંબાણીની બોર્ડમાં નિમણુંકથી મુકેશ અંબાણીના ત્રણેય સંતાનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બિઝનેસમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.. હાલમાં કંપનીના રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સને અલગ કરી એક અલગ યુનિટ રિલાયન્સ ઓટુસી બનાવ્યુ છે. આવી રીતે રિલાયન્સ હવે ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ જેવી થઇ ગઇ છે. રિલાયન્સ હવે જિયો પ્લેફોર્મસ અને રિલાયન્સ રિટેલ વેન્ચરનો આઇપીઓ લાવવાની માર્ગ બનાવી રહી છે.
રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર અને રિલાયન્સ ન્યૂ સોલાર એનર્જી ઉપરાંત રિલાયન્સે ગ્રીન એનર્જી માટે 5 નવી કંપનીઓ બનાવી છે. જેમાં રિલાયન્સ ન્યૂ એનર્જી સ્ટોરેજ, રિલાયન્સ સોલાર પ્રોજેક્ટ્સ, રિલાયન્સ સ્ટોરેજ, રિલાયન્સ ન્યૂ એનર્જી કાર્બન ફાઇબર અને રિલાયન્સ એનર્જી હાઇડ્રોજન લેક્ટ્રોલાઇસિસ સામેલ છે. આ તમામ સાતેય કંપનીઓમાં 3-3 ડિરેકટર છે. ઉલ્લેખનિય છે કે, પાછલા મહિને એજીએમમાં મુકેશ અંબાણીએ ઘોષણા કરી હતી કે રિલાયન્સ આગામી ત્રણ વર્ષોમાં ક્લિન એનર્જી સેક્ટરમાં 75,000 કરોડ રૂપિયાનુ મૂડીરોકાણ કરશે.
26 વર્ષના અનંત અંબાણીને ફેબ્રુઆરીમાં Reliance O2Cના ડિરેક્ટર બનાવ્યા હતા. આ કંપની સાઉદી અરબની દિગ્ગજ ઓઇલ કંપની સાઉદી અરામકો ઇન્વેસ્ટરના રૂપમાં જોડઇ શકે છે. એક વર્ષ પહેલા અનંત ને જિયો પ્લેટફોર્મના બોર્ડમાં શામેલ કરાયા હતા જ્યાં તેમના ભાઇ આકાશ અને ઇશા અંબાણી શામેલ છે.