સીમાંકન બાદ નવીજ ઉદભવેલી વટવા મતવિસ્તાર અમદાવાદના પૂર્વ વિસ્તારના ઘણા ઘણા નવવિકસિત વિસ્તારને સમાવી લે છે હાલ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ગુજરાતનાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ સિહ જાડેજા છે જે ૨૦૧૨ની ચુંટણીમાં લગભગ ૪૭ હજાર મતની સરસાઈથી આ બેઠક પર વિજેતા બન્યા હતા
આ બેઠક પર ભાજપના નિરીક્ષકોની સમક્ષ એક માત્ર ઉમેદવાર તરીકે પ્રદીપસીહ જાડેજાને જ ટીકીટ આપવા માટે વન મેન શો તરીકે પ્રદીપસીહ જાડેજાના નામની જ રજુઆતો થવા પામી હતી
૨૦૧૫માં પાટીદાર આંદોલન જયારે ઉગ્ર બન્યું હતું ત્યારે આ વિધાનસભા રામોલ વિસ્તારમાં એસ આર પી દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં પિતા પુત્રના થયેલા મૃત્યુના કારણે એમનાં વિસ્તારમાં ભારે આક્રોશ છવાયો હતો અને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બંનેની અંતિમયાત્રા યોજવામાં આવી હતી આ સમગ્ર ઘટનાના કારણે આ વિસ્તારના પાટીદારોમાં તે સમયે ભારે ઉશ્કેરાટનું વાતાવરણ હતું
વટવા વિધાનસભા હેઠળના વિવિધ વિસ્તારોમાં પાટીદાર મતદારો તેમજ ભરવાડોનું પ્રમાણ સવિશેષ છે પરિણામ બદલી શકે છે પરંતુ આ વિસ્તારોમાં કોંગ્રેસમાં જોઈએ તેવા કોઈ સક્ષમ ઉમેદવાર નથી કોર્પોરેટરના પદ સુધી બરાબર છે પરંતુ ધારાસભ્ય તરીકેનો તેમનો દાવો ઘણો જ ટૂંકો પડે છે.
વટવા વિધાનસભા નાના નાના નવવિકસિત વિસ્તોથી બનેલો હોવાથી અહી સામાન્ય અને મધ્યમવર્ગના લોકો પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે તેમ પણ નથી
પ્રદીપ સિહ જાડેજાનો મતવિસ્તાર અસારવા છે અને અગાઉ તેઓ ત્યાંથી જ ચુંટણી લડતા હતા પરંતુ અસારવાની બેઠક અનામત બેઠક બની હતી તેમને પોતાનો વિસ્તાર બદલવાની ફરજ પડી છે આ વિસ્તારના તેરી પેરેશુટ ધારાસભ્ય છે પરંતુ કોંગ્રેસ અહી ઘણીજ નબળી હોવાના કારણે આવો મહત્વનો પ્રશ્ન પણ ઉઠાવી શકતા નથી તે તેની મોટામાં મોટી કમનસીબી છે તે પણ એક વાસ્તવિકતા છે