મુંબઇઃ વેદાંતા ગ્રૂપ પોતાની કંપની સ્ટરલાઇટ પાવર ટ્રાન્સમિશનનો આઇપીઓ લાવવાની યોજના બનાવી રહી છે. ચાલુ વર્ષના ત સુધી આ આઇપીઓ આવી શકે છે. કંપનીએ આ પ્રસ્તાવ અંગે પોતાના શેરધારકો પાસેથી મંજૂરી માંગી છે.
કંપનીની IPO લાવવાની યોજનાથી ગ્રે માર્કેટમાં સ્ટરલાઇટ પાવરના શેરને લઇને હલચલ મચી ગઇ છે. ગ્રે માર્કેટમાં એવા સ્ટોકનં ખરીદવેચાણ થાય છે, જે શેરબજારમાં લિસ્ટેડ હોતા નથી. કંપની 2000 કરોડ રૂપિયાના શેર ઇશ્યૂ કરી શકે છે.
IPOના અહેવાલ બાદથી ગ્રે માર્કેટમાં સ્ટરલાઇટ પાવરના શેરની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. એક સપ્તાહ પહેલા આ શેરની કિંમત 550- 560 રૂપિયા હતી, હવે હાલ વધીને 780-800 રૂપિયા પર પહોંચ ગઇ છે. ગ્રે માર્કેટના ડિલરોનું કહેવુ છે કે ચાલુ વર્ષની શરૂઆતમાં આ શેરની કિંમત 400-425 રૂપિયા હતી.
અનલિસ્ટેડ માર્કેટમાં સ્ટરલાઇટ પાવરના શેરને લઇને ઘણો ઉત્સાહ છે. આ શેરના વેચવાલ બજારમાંથી ગાયબ થઇ ગયા છે. આ દરમિયાન આઇપીઓમાં શેરની કિંમત અને કંપનીની વેલ્યૂએશનને લઇને ગણતરીઓ શરૂ થઇ ગઇ છે. સ્ટરલાઇટ પાવરની ઇક્વિટી કેપિટલ 6 કરોડ શેરની છે. જો એક શેરની કિંમત 750 રૂપિયા રહે તો કંપનીનીં માર્કેટ વેલ્યૂએશન 4500 કરોડ રૂપિયા થઇ શકે છે.