કોરોના મહામારીથી બચવા હાલ વેક્સિન જ એક માત્ર ઉપાય છે. કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં વધુમાં રસીકરણ થાય તેવા પગલાં લેવા જોઇએ. જો કે ગુજરાતમાં સતત ત્રણ દિવસ સુધી રસીકરણ કાર્યક્રમ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે જે હેઠળ આજે 7 જુલાઇ, 2021ના રોજ પણ સમગ્ર રાજ્યભરમાં રસીકરણ સદંતર બંધ રહ્યુ હતુ અને આગામી બે દિવસ 8 અને 9 જુલાઇના રોજ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં ચાલી રહેલ Covid-19 માટેનું રસીકરણ આગામી બે દિવસો એટલે કે ગુરુવાર અને શુક્રવાર તા ૮ અને ૯ જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્યમાં બંધ રાખવામાં આવ્યું છે.
ગુજરાતની વેક્સિનની જરૂરિયાત સામે 45 ટકા જેટલો જથ્થો ઓછો આવી રહ્યો હોવાનું રાજ્ય સરકારનાં સૂત્રો જણાવે છે. હાલ ગુજરાતને દૈનિક ચાર લાખ જેટલો રસીનો જથ્થો જોઈએ છે, તેની સામે સવા બે લાખ જેટલો જ ડોઝ મળે છે. અઠવાડીયા પહેલા દૈનિક 4 લાખ ડોઝ પ્રમાણે 28 લાખ કરતાં વધુ ડોઝ ગુજરાતને મળ્યા હતા. ત્યાર બાદ 15થી 17 લાખ જેટલાં ડોઝ મળતા હતા. પરંતુ જરૂરિયાત સામે આ ડોઝ ઘણાં ઓછા પડ્યા છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મોટાઉપાડે તમામ ગુજરાતીઓને રસી આપવા જાહેરાત કરાઇ છે. પણ મમતા દિવસની ઉજવણીના નામે આજે રાજ્યભરમાં રસીકરણ બંધ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મમતા દિવસની ઉજવણી કરવામાં આવી છે.
કોરોનની સંભવિત ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મોટાઉપાડે તમામ ગુજરાતીઓને રસી આપવા જાહેરાત કરાઇ છે. પણ સરકાર પાસે કોરોનોની રસીનો જથ્થો જ ઉપલબ્ધ નથી જેના કારણે બુધવારે આખાય રાજ્યમાં રસીકરણ બંધ કરવા નક્કી કરાયુ છે.આમ,રસીકરણ મહાઅભિયાનનો જાણે ફિયાસ્કો થયો છે.