પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવ લોકોને દઝાડી રહ્યા છે. ઇંધણના ભાવ વધારી ઓઇલ કંપનીઓએ પણ નવા પેટ્રોલિયમ મંત્રીનું સ્વાગત કર્યુ છે. ગુરુવારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર દીઠ 35 પૈસા અને ડીઝલની કિંમતમાં 9 પૈસાનો વધારો કર્યો છે. તો બુધવારે ઓઇલ કંપનીઓએ પેટ્રોલમાં ૩૫ પૈસા જ્યારે ડીઝલમાં ૧૭ પૈસાનો વધારો કર્યો હતો.
આ વિતેલા 38 દિવસમા સતત ભાવ વધારાના પગલે પેટ્રોલની કિંમત 10.24 રૂપિયા પ્રતિ લિટર વધી ગઇ છે. તો આ સમયગાળા દરમિયાન 36 દિવસમાં ડીઝલ પણ 8.83 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયુ છે.
પેટ્રોલના ભાવ હવે લગભગ મોટા ભાગના રાજ્યોમાં લિટરે રૂપિયા ૧૦૦ને પાર જતા રહ્યા છે. નવા ભાવ વધારા સાથે જ દિલ્હી અને કોલકાતામાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર ગયો છે જેને પગલે મોંઘવારીનો માર સહન કરી રહેલા આમ નાગરિકોની મુશ્કેલી વધી ગઇ છે.
વિવિધ શહેરોમાં પેટ્રોલ ડીઝલના આજના ભાવ
શહેરનું નામ | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 100.56 | 89.62 |
મુંબઇ | 106.59 | 97.18 |
ચેન્નઇ | 101.37 | 94.15 |
કલકત્તા | 100.62 | 92.65 |
ભોપાલ | 108.88 | 98.40 |
રાંચી | 95.70 | 94.58 |
બેંગ્લોર | 103.93 | 94.99 |
પટના | 102.79 | 95.14 |
ચંડીગઢ | 96.70 | 89.25 |
લખનઉ | 97.67 | 90.01 |