વૈભવ સૂર્યવંશીનો હવે જોવા મળશે નવો અવતાર, રાજસ્થાન રોયલ્સ સાથે મેદાન પર બહાવી રહ્યો છે પરસેવો

3 Min Read

રેડ-બોલ ક્રિકેટમાં ‘નવા અવતાર’માં જોવા મળશે વૈભવ સૂર્યવંશી: દુલીપ ટ્રોફી પહેલાં રાજસ્થાન રોયલ્સ એકેડેમીમાં વહાવી રહ્યો છે પરસેવો

ભારતીય ક્રિકેટના ૧૫ વર્ષીય યુવા સન્સેશન અને તાજેતરમાં T20 માં ધમાકો કરનાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી હવે ક્રિકેટના સૌથી પડકારજનક ફોર્મેટ એટલે કે રેડ-બોલ (પ્રથમ વર્ગ) ક્રિકેટમાં પોતાનો એક નવો જ અવતાર બતાવવા માટે સંપૂર્ણપણે સજ્જ થઈ રહ્યો છે. અત્યાર સુધી ચાહકોએ વૈભવની માત્ર આક્રમક અને સિક્સર-કિંગ વાળી રમત શૈલી જોઈ છે, પરંતુ હવે તે પોતાના ટેમ્પરામેન્ટ (સ્વભાવ) અને બેટિંગ ટેકનીકમાં મોટા ફેરફારો સાથે મેદાનમાં ઉતરશે.

આગામી ૨૩ ઓગસ્ટથી શરૂ થઈ રહેલી પ્રતિષ્ઠિત ‘દુલીપ ટ્રોફી’ માટે વૈભવની ઈસ્ટ ઝોન (East Zone) ની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આટલું જ નહીં, અનુભવી વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ તેને ઈસ્ટ ઝોન ટીમનો ઉપ-કેપ્ટન (Vice-Captain) પણ બનાવવામાં આવ્યો છે.

- Advertisement -

vaibav.jpg

નાગપુરમાં RR હાઇ-પર્ફોર્મન્સ સેન્ટરમાં કડક તાલીમ

T20 અને લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં પોતાની ક્ષમતા સાબિત કર્યા બાદ, હવે વૈભવે પોતાનું પૂરેપૂરું ધ્યાન રેડ-બોલ ક્રિકેટ પર કેન્દ્રિત કર્યું છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, વૈભવ હાલમાં નાગપુર સ્થિત ‘રાજસ્થાન રોયલ્સ’ (RR) ના હાઇ-પર્ફોર્મન્સ સેન્ટરમાં સખત મહેનત કરી રહ્યો છે.

- Advertisement -

અહીં સૌથી મહત્વની વાત એ છે કે ભારતીય રાષ્ટ્રીય ટીમના ભૂતપૂર્વ બેટિંગ કોચ અને હાલમાં રાજસ્થાન રોયલ્સના સહાયક કોચ વિક્રમ રાઠોડ પોતે વૈભવની બેટિંગ ટેકનીક પર કામ કરી રહ્યા છે. લાલ બોલ સામે શિસ્તબદ્ધ બેટિંગ કરવી, ક્રિઝ પર લાંબો સમય ટકી રહેવું અને બોલને શોટ રમવા માટે યોગ્ય રીતે પસંદ કરવો આ તમામ પાસાઓ પર વિક્રમ રાઠોડ વૈભવને ખાસ કોચિંગ આપી રહ્યા છે. આ તાલીમ વૈભવની કારકિર્દી માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

T20 ધમાકા બાદ હવે ટેસ્ટ ક્રિકેટ રમવાનું લક્ષ્ય

વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ અને તાજેતરના ઝિમ્બાબ્વે પ્રવાસમાં ભારતીય ટીમ માટે રમતી વખતે T20 ફોર્મેટમાં અનેક રેકોર્ડ્સ બનાવ્યા છે. જોકે, તેણે ઘણી વાર ખુલ્લેઆમ વ્યક્ત કર્યું છે કે ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવું એ તેનું સૌથી મોટું સપનું છે.

vaibav0.jpg

- Advertisement -

પરંતુ લાલ બોલનું ક્રિકેટ T20 કરતાં સંપૂર્ણપણે અલગ છે. અહીં રન બનાવવા કરતાં વિકેટ બચાવવી, વિરોધી બોલરોના ઉત્સાહને ઠંડો પાડવો અને પરિસ્થિતિ મુજબ ધીરજપૂર્વક રમવું સૌથી વધુ જરૂરી છે.

દુલીપ ટ્રોફી: ટેસ્ટ ટીમનો માર્ગ અને સંયમની અગ્નિપરીક્ષા

૨૩ ઓગસ્ટથી શરૂ થઈ રહેલી દુલીપ ટ્રોફી વૈભવ માટે ભારતીય ટેસ્ટ ટીમનો દરવાજો ખટખટાવવાની એક શાનદાર તક છે. પરંતુ આ ટુર્નામેન્ટમાં તેની આક્રમકતા કરતાં તેના સંયમ અને ધીરજની આકરી કસોટી થશે.

ક્રિકેટ વિશ્લેષકોના મતે, રેડ-બોલ ક્રિકેટમાં સફળ થવા માટે વૈભવે પોતાની રમત પ્રત્યે સંતુલિત અભિગમ અપનાવવો પડશે. જ્યારે ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં હોય ત્યારે શું તે ધીમી અને સંભાળીને બેટિંગ કરી શકે છે? કે પછી તે T20 મોડમાં આવીને હવામાં શોટ રમી પોતાની વિકેટ ફેંકી દે છે? આ સવાલોના જવાબ દુલીપ ટ્રોફીમાં તેની બેટિંગથી મળશે.

Share This Article