કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તણ સાથે મોદી સરકાર દ્વારા મહત્વપૂર્ણ ઘોષણાઓ કરવામાં આવી છે. આજે ગુરુવારે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો સહિત કૃષિ મંડીઓને મજબૂત કરવાની સાથે સાથે નારિયેળ બોર્ડ એક્ટમાં સંશોધન કરવાનું નક્કી કરાયુ છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, કૃષિ મંડીઓનું અસ્તિત્વ સમાપ્ત થશે નહીં, પરંતુ તેમને વધુ મજબૂત કરાશે. એપીએમસી પણ હવે 1 લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો ઉપયોગ કરી શકશે. ઉપરાંત દેશના એક મોટા વિસ્તારમાં નારિયેળની ખેતી થાય છે. નારિયેળનું ઉત્પાદન વધારવા અને ખેડૂતોને સુવિધા આપી શકાય તે માટે 1981માં નારિયેળ બોર્ડ એક્ટક બનાવ્યુ હતુ. તેમાં હવે સંશોધન કરવામાં આવશે. બોર્ડના અધ્યક્ષ બનિ સરકારી વ્યક્તિ હશે. એમપીએમસીને સંશાધનો મળે તેને ધ્યાનમાં રાખી પ્રયાસો કરાશે.
કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને આત્મનિર્ભર ભારત હેઠળ 1 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ ફંડનો ઉપયોગ એપીએમસીઓ કરી શકશે. કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યુ કે, જો વ્યક્તિ એકથી વધારે પ્રોજેક્ટ (મહત્તમ સીમા 25 અને આ પ્રોજેક્ટ અલગ-અલગ સ્થળો પર હોય) કરશે તો દરેક પ્રોજેક્ટ પર અલગ-અલગ બે કરોડ રૂપિયા સુધીની વ્યાજમૂક્તિ અને ગેરંટી મેળવવા પાત્ર રહેશે.