વિદેશી કંપની કેઇર્ન એનર્જી સાથેનો ટેક્સ વિવાદ ભારત સરકાર સામે મોટી મુશ્કેલી બની રહ્યો છે. કારણ કે આ ટેક્સ વિવાદના પગલે પેરિસમાં રહેલી ભારત સરકારની માલિકીની સંપત્તિઓ જપ્ત થવાનું જોખમ ઉભુ થયુ છે.
વાત જાણે એમ છે કે, ભારત સાથે ટેક્સ વિવાદમાં ફ્રાંસની કોર્ટે બ્રિટનની કેયર્ન એનર્જીના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે અને કંપનીને પેરિસમાં રહેલી ભારત સરકારની માલિકીની સંપતિઓ જપ્ત કરવાની પરવાનગી આપી છે.આર્બીટ્રેશન કોર્ટે કેઇર્નને 1.7 અબજ અમેરિકન ડોલરનો દંડ વસૂલવાનો અધિકાર આપ્યો હતો.
આ આદેશ હેઠળ એક ફ્રાંસની એક અદાલતથી ફ્રાંસમાં આવેલ 20 ભારતીય સરકારી સંપતિઓને જપ્ત કરવાની મંજૂરી આપી છે. સૂત્રોએ ગુરૂવારે આ જાણકારી આપી છે.
ફ્રાંસની અદાલતે 11 જૂને કેઇર્ન એનર્જીને ભારત સરકારની સંપતિઓના અધિગ્રહણનો આદેશ આપ્યો હતો, જેમાં મોટાભાગના ફ્લેટ સામેલ છે અને આ બાબતે કાનુની પ્રક્રીયા બુધવારે સાંજે પૂરી થઈ ગઈ.
ઉલ્લેખનિય છે કે, એક આર્બીટ્રેશન કોર્ટે ગત ડિસેમ્બરમાં ભારત સરકારને આદેશ આપ્યા હતા કે તે કેઇર્ન એનર્જીને 1.2 અબજ ડોલરથી વધુનું વ્યાજ અને દંડ ચૂકવે. ભારત સરકારે આ આદેશને સ્વીકાર્યો નહી અને ત્યારબાદ કેઇર્ન એનર્જીએ ભારત સરકારની સંપતિને જપ્ત કરીને બાકી રકમની વસૂલી માટે વિદેશની કોર્ટમાં અપીલ કરી હતી. પાંચ દેશોની કોર્ટે કેઇર્નની તરફેણમાં આવેલ ટ્રીબ્યુનલ (પર્મેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન)ના નિર્ણય પર મહોર લગાવી હતી.