ઘણા લોકો પ્રેમ વ્યક્ત કરવા પોતાના પાર્ટનરને ભેટે છે અથવા કિસ કરે છે. પરંતુ શું તમે જાણો છે કે વિશ્વમાં ઘણા દેશ એવા છે, જ્યા પબ્લિકમાં કિસ કરવુંએ ગુનાની શ્રેણીમાં આવે છે. આમ કરતા પકડાવવા પર સજા થઇ શકે છે અથવા ધોલાઇ શકે છે. આશ્ચર્યચકિત વાત એ છે કે તેમાંથી ઘણા દેશ સેક્સ ટૂરિઝ્મ માટે પ્રખ્યાત છે, પરંતુ અહીં પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શન ગુનો છે. આજે અમે તમને આ જ દેશ અંગે જણાવવા જઇ રહ્યા છે.સેક્સ ટૂરિઝ્મ માટે પ્રખ્યાત દેશમાં સૌથી ઉપર થાઇલેન્ડનું નામ આવે છે. બેંકોકમાં ઘણી રેડ લાઇટ એરિયા છે. એક રિપોર્ટ મુજબ થાઇલેન્ડમાં 3 મિલિયનથી વધુ એક્ટિવ સેક્સ વર્કર છે. પરંતુ આ દેશમાં જાહેર રીતે કિસ કરવાની મનાઇ છે.ચાઇલ્ડ ટ્રાફિકિંગ માટે જાણીતા ઇન્ડોનેશિયામાં જાહેરમાં કિસ કરવા પર પ્રતિબંધ છે. જો આમ કરતા પકડાય તો દંપતીને જેલની સજા થઈ શકે છે, આટલું જ નહીં અહીં જાહેરમાં માર મારવાનું ચલણ પણ છે.અહીં જાહેરમાં કિસ કરવાની અને હાથ પકડીને રાખવાની મનાઈ છે. આમ કરવાથી તમે મોટી મુશ્કેલીમાં આવી શકો છો. જાહેરમાં કિસ કરતા પકડાઇ જવાથી જેલની સજા થઈ શકે છે.
