જમ્મુ કાશ્મીરના સુંદરબનીમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ અથડાણમાં બે આતંકવાદીને ઠાર કર્યા. જ્યારે બે જવાન શહીદ પણ થયા છે. સેનાને સુંદરબનીમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.આતંકીઓની માહિતી મળતા, સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જે દરમ્યાન આતંકવાદીઓએ સેના પર ફાયરિંગ કરતા સેનાએ બે આતંકવાદીને ઠાર કર્યા હતા. સેનાએ આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર અને ગોળાબારૂદ જપ્ત કર્યો છે.
